સુરતમાં જાહેર સ્થળાે પર તમે પતંગ નહીં ચગાવી શકાે, કમિશનરે શું નિયમ જાહેર કર્યા


આગામી ઉત્તરાયણ તથા વાસી-ઉત્તરાયણના તહેવારની ઉજવણીને ધ્યાને લઈ હાલની પ્રવર્તમાન કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામા દ્વારા પતંગ ચગાવવા માટે અમુક પ્રતિબંધિત કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
::પ્રતિબંધિત કૃત્યો::
(૧) કોઇપણ જાહેર સ્થળો/ખુલ્લા મેદાનો/ રસ્તાઓ વગેરે પર એકત્રિત થઇ શકાશે નહીં તેમજ પતંગ ચગાવી શકાશે નહીં.
(ર) પ્રવર્તમાન મહામારીની પરિસ્થિતિમાં ઉત્રાયણનો તહેવાર પોતાના પરિવારના નજીકના સભ્યો ( Close Family Members Only) સાથે જ ઉજવવામાં આવે તે સલાહભર્યું છે.
(૩) માસ્ક વિના કોઇપણ વ્યકિતને મકાન/ફલેટના ધાબા/અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી એકત્રિત થઇ શકશે નહીં. ત્યાં ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન અને સેનેટાઇઝરની વ્યવસ્થા ફરજીયાતપણે કરવાની રહેશે.
(૪) મકાન/ફલેટના ધાબા/અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સિવાયની કોઇપણ વ્યકિતને પ્રવેશ આપવાનો રહેશે નહીં. ફ્લેટ/ રહેણાંક સોસાયટી સંબંધીત કોઇપણ સુચનાઓના ભંગ બદલ સોસાયટી/ફલેટના સેક્રેટરી/અધિકૃત વ્યકિતઓ જવાબદાર રહેશે અને તેઓ વિરૂધ્ધ નિયમાનુસારની કાયદેસરની કાયર્વાહી કરવામાં આવશે.
(૫) મકાન/ફલેટના ધાબા/અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં મોટી સંખ્યામાં લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ રહેશે.
(૬) મકાન/ફલેટના ધાબા/અગાસી કે સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર, ડી.જે. અથવા કોઇ પણ પ્રકારની મ્યુઝીક સિસ્ટમ વગાડવાથી ભીડ એકત્રિત થવાથી સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ થવાની તેમજ કોરોના સંક્રમણ વધવાની શકયતા હોવાથી લાઉડ સ્પીકર ડી.જે. તેમજ મ્યુઝીક સિસ્ટમનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.
(૭) ૬૫ વર્ષથી વધુ વયના વયસ્ક વ્યકિતઓ,વર્ષથી ઓછી વયના વ્યકિતઓ ઘરે રહે તે સલાહભર્યું છે.
(૮) કોઇપણ વ્યકિત જાહેર જનતાની લાગણી દુભાય તેમજ જાહેર સુલેહશાંતિનો ભંગ થાય તેવા કોઈપણ પ્રકારના લખાણો/સ્લોગન/ચિત્રો પતંગ પર લખી શકશે નહીં.
(૯) નામ. સુપ્રિમ કોર્ટ/હાઇકોર્ટ તથા NGT ની સુચનાઓ અન્વયે ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન, ચાઇનીઝ તુકકલ, સ્કાય લેન્ટર્ન, સિન્થેટીક/કાંચ પાયેલા માંઝા, પ્લાસ્ટિક દોરી વિગેરે પર પ્રતિબંધિત રહેશે. આ અંગે ગૃહવિભાગના તા. ૨૯/૧૨/૨૦૨૦ નાં પત્ર ક્રમાંક: વિ-૨/ડી.એસ.એમ./૧૩૨૦૧૬/હા.કો.૦૨(પા. ફા.) થી અપાયેલ સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
(૧૦) જે વ્યકિતઓ સુરત શહેરમાં જુદા- જુદા સ્થળોએ આવેલ પતંગ બજાર જેવા કે રાંદેર, મહીધરપુરા ભાગળ, ચોકબજાર, વરાછા, વિગેરેની મુલાકાત લે ત્યારે COVID-19 સબંધી દિશાનિર્દેશો (Protocol) નો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે અને વ્યિકતઓની સંખ્યા મર્યાદીત રહે તે માટે પોલીસ કર્મચારીઓને સહકાર આપવાનો રહેશે.
(૧૧) COVID-19 સંદર્ભે રાજય સરકાર તથા કેન્દ્ર સરકારની જાહેર કરવામાં આવેલ જાહેરનામા/માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
(૧૨) ગૃહવિભાગના તા.૦૯/૧૦/૨૦૨૦ ના હુકમ ક્રમાંકઃ વિ.૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨ થી આપવામાં આવેલ દિશાનિર્દેશોનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
(૧૩) પો.કમિ.કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા (૧) ક્રમાંકઃ એસ.બી./ચાઇનીઝ તુકકલ અને ચાઇનીઝ/નાયલોન/સેન્થટીક દોરી અંગે/૨૧૨/૨૦૨૦ તા.૧૪/૧૨/૨૦૨૦ તથા (ર) ક્રમાંકઃ એસ.બી./કોરોના વાયરસ/૦૩/૨૦૨ર૧ તા.૩૧/૧૨/૨૦ નો કરફ્યુ હુકમ તેમજ (૩) ક્રમાંક એસ.બી./કોરોના વાયરસ/૦૪/૨૦૨૧ તા.૩૧/૧૨/૨૦ અન્વયે અનલોક-૦૮ જાહેરનામામાં લાગુ કરવામાં આવેલ હુકમનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
આ જાહેરનામું તા.૯/૧/૨૦૨૧ થી તા.૧૭/૧/૨૦૨૧ સુધી માન્ય રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Translate »