શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ અને એક સોચ NGO દ્વારા દિવ્યાંગો માટે સૌથી મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું

શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ અને એક સોચ NGO દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવ્યાંગો માટે સૌથી મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં થતા સૌથી મોટા ગરબા સુરતના અવલબા ફાર્મ ખાતે તારીખ 21 10 2020 ના રોજ સાંજે 6:00 કલાકે યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન શ્રી હિમ્મતભાઈ ધોળકિયા, મનહરભાઈ સાચાપરા, કુમારભાઈ કાનાણી, રીતુબેન રાઠી, ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા, મોહનભાઈ વાઘાણી, ડોક્ટર મનોજ પટેલ, વાઘાણી દિનેશભાઈ જોગાણી હાજર રહી દિવ્યાંગોમાં એક અનેરો ઉત્સાહ ભરી દિવ્યાંગો સાથે ગરબા રમ્યા હતા.

ટ્રસ્ટના સેક્રેટરી ભાવેશભાઈ વાઘાણીએ આ કાર્યક્રમમાં અંદાજે 1500 થી 2000 દિવ્યાંગો અને સકલાંગો સાથે મળીને ગરબા રમ્યા હોવાનું જણાવ્યું હતું સાથે જ આ કાર્યક્રમમાં માંધાતા ગ્રુપના સ્વયંસેવકોએ સેવા આપી હતી.

Leave a Reply

Translate »