ગુજરાતમાં બર્ડફ્લૂનો પગપેસારો, સાવલીમાં મૃત કાગડાના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ

ગુજરાતમાં ​​વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વસંતપુરા ગામમાં 30 કાગડાનાં મોત થયાં બાદ 5 સેમ્પલ મોકલી ભોપાલ ખાતે રિપોર્ટ કરાવતા 3 કાગડાના રિપોર્ટ બર્ડ ફ્લૂ પોઝિટિવ આવ્યા છે. આ પહેલા જૂનાગઢ જિલ્લાના માણાવદર અને સુરત જિલ્લાના બારડોલીના મઢીમાં પણ બર્ડ ફ્લૂ સામે આવ્યા છે. જેને પગલે પશુપાલન વિભાગ અને જિલ્લા કલેક્ટરની ટીમ દોડતી થઈ ગઇ છે. આ વિસ્તારના મરઘા ઉછેર કેન્દ્રો પરથી સપ્લાય અટકાવાયો છે. સંભવત: પુરતી ચકાસણી બાદ અગર કોઈ શંકાસ્પદ બાબત જણાય તો ઉછરેલા મરઘાંઓને દફન કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

રિપોર્ટ મુજબ સાવલી તાલુકાના વસંતપુરા ગામમાં ગુરુવારે સાંજના સમયે 30 જેટલા કાગડાઓ ભેદી રીતે મૃત્યુ થયા હતા.જેના પગલ ગામવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો.. ગ્રામજનોએ આ કાગડાઓને ભેગા કરીને મીઠું ભભરાવી ખાડામાં દાટી દીધા હતા. આ અંગેની જાણ થતાં પશુપાલન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી અને મૃત કાગડાનાં સેમ્પલ લઈ લીધાં હતાં અને ભોપાલ તપાસ માટે મોકલી આપ્યાં હતાં, જેનો રિપોર્ટ આજે બર્ડ ફ્લૂ પોઝિટિવ આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, ભોપાલની હાઇસિક્યોરિટી એનિમલ ડિઝીઝ લેબમાં તપાસ કરાવાય હતી. આ ઉપરાંત કરજણ તાલુકાના કિયા ગામમાંથી મળેલા કબૂતર અને વડોદરાની રિલાયન્સ ટાઉનશિપમાંથી મળેલા મોરનાં સેમ્પલ પણ તપાસ માટે ભોપાલ મોકલવામાં આવશે. સાવલીની પોલ્ટ્રી ફાર્મની પેદાશો બહાર વેચી શકાશે નહીં, સાવચેતીનાં પગલાં લેવા માટે સૂચનાઓ અપાઈ છે અને વસંતપુરાની આજુબાજુનો એક કિ.મી.નો વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. અધિકારીઓએ કહ્યું કે લોકોએ બર્ડ ફલૂથી ગભરાવાની જરૂર નથી. માત્ર સાવચેતી રાખવાની જરૂર છે. સાફસફાઈ રાખવાની જરૂર છે.

Leave a Reply

Translate »