મધ્યપ્રદેશના ઉમેરિયા જિલ્લામાં 11-12 જાન્યુઆરીના રોજ 24 કલાક કરતા અોછા સમયમાં ૧૩ વર્ષની સગીરા પર પર નવ પુરુષો દ્વારા કથિરીતે 3 વાર ગેંગેરપની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. આ લોકોએ અનેક પ્રસંગોએ આ બાળકી સાથે બળાત્કાર કર્યા હોવાનું કહેવાય છે. બાળકીની માતાએ ૧૪ જાન્યુઆરીના રોજે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સાત આરોપીઓની ધરપકડ કરાઇ હતી. અન્ય બે આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે તેમ આ કેસમાં તપાસ કરી રહેલા એક અધિકારીએ કહ્યું હતું. આ બાળકીનું અપહરણ તેના ઓળખીતાઓ દ્વારા ચોથી જાન્યુઆરીના રોજે બજારમાંથી કરાયું હતું. તેને એક વેરાન સ્થળે લઇ જવાયું હતું, જ્યાં તેના પર આરોપીઓએ કથિતરીતે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને એ પછી તેને છોડી દેવાયો હતો તેમ પોલીસના એક અધિકારીનું કહેવું છે.
આરોપીઓએ બાળકીને ગંભીર પરિણામો થશે તેવી ધમકી આપી હોવાથી તે ડરી ગઇ હતી અને કોઇ ફરિયાદ નોંધાવી ન હતી તેમ તેણે કહ્યુ્ં હતું. પરંતુ આરોપીઓ આટલેથી જ અટક્યા ન હતા અને ૧૧ જાન્યુઆરીએ તેને ફરી ઉપાડી ગયા હતા અને વેરાણ સ્થળે લઇ ગયા હતા, જ્યાં અગાઉની ઘટનાના ત્રણ સહિત પાંચ આરોપીઓ ઉપરાંત બે અજાણ્યા ટ્રક ડ્રાઇવરોએ તેની પર બે દિવસ સુધી રેપ ગુજાર્યો હતો તેમ પોલીસનું કહેવું છે.
એ દરમિયાન સગીરાના ઘરના સભ્યોએ તેની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. એ પછી છોકરી કોઇ પણ રીતે ઘરે પાછી આવવામાં સફળ રહી હતી. તેણે ઘટના વિશે માતાને વાત કરતાં માતાએ ૧૪ જાન્યુઆરીએ ફરિયાદ નોંધાવી હતી. એ પછી પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.