કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ પ્રજાસત્તાક દિને ટ્રેક્ટર રેલીનું એલાન કર્યું હતું. ખેડૂતોએ 26મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલીના એલાનને પાછુ નહીં ખેંચવાનો નિર્ણય લીધો હતો. જેમાં એક હજાર ટ્રેક્ટર ભાગ લેશે.
ખેડૂત આગેવાનોએ કેન્દ્ર સરકાર સાથે 10માં સ્તરની બેઠક પહેલા રવિવારે એક પત્રકાર પરિષદનું ઓયોજન કરી કેન્દ્રમાં મોદી સરકાર પર દમનગીરીના આરોપ લગાવ્યા હતા. ખેડૂત આગેવાનોએ આરોપ લગાવ્યા હતા કે, આંદોલનમાં મદદ કરી રહેલા લોકો વિરુદ્ધ સરકાર તેની એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરી રહી છે. તેમણે NIA કાર્યવાહીની નિંદા કરતાં પોતાના આંદોલનને જારી રાખવાનું એલાન કર્યું હતું.
ખેડૂત નેતાઅોને આશંકા છે કે કે 26મી જાન્યુઆરીએ અમારી ટ્રેક્ટર રેલી-પરેડને ખરાબ કરવા માટે કેટલાક અસામાજીક તત્વો ફિરાકમાં બેઠા છે. ખેડૂત આગેવાનોએ એલાન કર્યું હતું કે પ્રજાસત્તાક દિવસે ખેડૂત પરેડનું આયોજન દિલ્હીમાં કરાશે. જેમાં જવાનો સાથે ખેડૂતો પણ ઉત્સવ મનાવશે. આ પરેડ દિલ્હીના રિંગરોડ પર યોજાશે. તેમણે દિલ્હીની ટ્રેક્ટર પરિક્રમામાં દિલ્હી-હરિયાણા પોલીસના સહયોગની અપીલ કરી હતી.