જાણવા જેવું? જાણો કોણે બાયોટેક કંપનીની કોવેક્સિનની રસી ન લેવી જોઇએ?

નવી દિલ્હી. ભારતમાં કોરોના વાયરસનો અંત લાવવા માટે 16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. દેશમાં સીમર ઇન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનની વેક્સિનનો સમાવેશ થાય છે. હવે કોવેક્સિન બનાવનારી ભારત બાયોટેક કંપનીએ જણાવ્યું છે કે, કોણે આ વેક્સિન લેવી જોઇએ અને કયાં લોકોએ આ વેક્સિન ન લેવી જોઇએ.

ભારત બાયોટેક અનુસાર, જે લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી હોય છે અથવા તેઓ એવી દવા પર હોય છે જે તેમની પ્રતિરક્ષાને પ્રભાવિત કરે છે કે પછી એલર્જી ધરાવનાર લોકોએ કોવેક્સિન ન લેવી જોઇએ. આ પહેલાં સરકારે કહ્યું હતું કે, જે દર્દી ઇમ્યુનો સપ્રેસેન્ટ પર છે અથવા પ્રતિરક્ષાની કમીથી પીડાય છે તે વેક્સિન લઇ શકે છે. પરંતુ આ વેક્સિન આવા વ્યક્તિઓ પર ઓછી પ્રભાવિત હશે. સામાન્ય રીતે કેન્સરના દર્દી જે કીમોથેરેપી કરાવી રહ્યાં છે કે એચાઇવી પોઝિટિવ અથવા સ્ટેરોયડ પર હોય છે, તેમને ઇમ્યુનિટી મેળવવામાં સમય લાગી શકે છે.

ભારત બાયોટેકની ફેક્ટશીટ પ્રમાણે, એલર્જીના દર્દી, તવાના દર્દી, બ્લીડિંગ ડિસબોર્ડર ધરાવનારા, ગર્ભવતી મહિલાઓ, બ્રેસ્ટફીડિંગ કરાવતી મહિલાઓ, ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત બિમારીથી પીડિતી વ્યક્તિ, તેમને સલાહ આપવામાં આવી રહી છે કે તે કોવેક્સિનનો ઇન્જેક્શન ન લગાવે. જ્યારે ગંભીર રોગોમાં શ્વાસ લેવામાં મુશ્કેલી, ચહેરા પર સોજો, હાર્ટબિટ વધવી, શરીર પર ધબ્બા પડવા, ચક્કર આવવા અને અશક્તિ સામેલ હોઇ શકે છે.

સરકાર પ્રમાણે, અત્યાર સુધી વેક્સિન લગાવ્યા બાદ 850 લોકોમાં નેગેટિવ રિસ્પોન્સ મળ્યા છે, ત્યાં જ યુપી અને કર્ણાટકમાં બે લોકોનાં મોત થયા છે. પરંતુ સરકાર અનુસાર તેમના મોત અને કોરોના રસીને કોઇ સંબંધ નથી.

Leave a Reply

Translate »