કોવિડ-19નો નવો સ્ટ્રેન કેવો છે? કેમ દુનિયાને ડરાવી રહ્યો છે? ભારતમાં શું?

બ્રિટનમાં સામે આવેલા કોરોના વાઇરસનો નવો સ્ટ્રેનને કારણે ફરી દુનિયા પર ચિંતાના વાદળો ફરી વળ્યા છે. બ્રિટનમાં આ સ્ટ્રેનને કારણે દુનિયાભરમાં એલર્ટ અપાયું છે અને યુકેથી આવતી તમામ ફ્લાઈટો રદ કરી દેવાય છે અથવા જે લોકો 25 ડિસેમ્બર પહેલા આવી ગયા છે તેઓ્ને સરકારી હેલ્થ ડિપાર્ટમેન્ટની દેખરેખ હેઠળ રાખવામાં આવી રહ્યાં છે. ફરજિયાત આરટી-પીસીઆર ટેસ્ટ કરીને તેઓને સાત દિવસ ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે શું છે આ કોરોના વાઈરસનો નવો સ્ટ્રેન? કેટલો ઘાટક છે? કેવી રીતે માનવબોડી પર અસર કરે છે અને કેટલો ઝડપી ફેલાય છે તે બધુ જ અહીં જણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સુપરસ્પ્રેડર છે

રિપોર્ટ મુજબ બ્રિટન સહિતના દેશમાં દેખાયેલો કોરોના વાઈરસનો નવો સ્ટ્રેનને કોરોના વાઇરસનો સુપરસ્પ્રેડર કહેવામાં આવી રહ્યો છે. આ નવા સ્ટ્રેનનું ઓફિશિયલ અને ટેક્નિકલ નામ VUI-202012/01 છે. આમ તો તેને યાદ રાખવું મુશ્કેલ છે પરંતુ એવું કહી શકાય છે કે, વાઇરસનો જે ફર્સ્ટ સ્ટ્રેન છે એ, ડિસેમ્બર 2020માં શોધાય રહ્યો છે. ધ ફર્સ્ટ વેરિયન્ટ અંડર ઈન્વેસ્ટિગેશન ઈન ડિસેમ્બર 2020. તેની તપાસણી અને તકેદારી માટે ભારત જે સ્ટ્રેટેજી અપનાવી રહ્યું છે એનું નામ છે મોલેક્યુલર સર્વેલન્સ છે. મોલેક્યુલર સર્વેલન્સ એટલે કે જેમ કોઈ કંપની ઈન્વેસ્ટિગેટ કરતી હોય છે તેમ વાયરોલોજિસ્ટ પણ વાઇરલ અંગે ઈન્વેસ્ટિગેશન કરતા હોય છે. એ જાણવા માટે કે ખરેખર આ વાઇરસ શું છે?

યુનિક જીનોમ શોધવાનું શરૂ

આ તપાસમાં એવું શોધવામાં આવી રહ્યું છે કે, વાઇરસના જીનોમથી.જીનોમથી એટલે એવું કહી શકાય છે કે જેમ દરેક માણસની ફિંગરપ્રિન્ટ અલગ હોય છે એમ દરેક વાઇરસના સ્ટ્રેનની એક યુનિક જિનેટિક ફિંગરપ્રિન્ટ હોય છે. આ યુનિક જિનેટિક ફિંગરપ્રિન્ટને જીનોમ કહેવાય છે. વાઈરસના જેટલા જીનોમ છે તેનો દરેક દેશમાં સ્ટડી થઈ રહ્યો છે. આ માટે એક ઓનલાઈન પોર્ટલ હોય છે, જેમાં આ દરેક દેશમાંથી ડિટેઈલ અપલોડ થતી હોય છે. દરેક દેશ પોતપોતાના જીનોમની ડિટેઈલ અહીં શૅર કરે છે. બસ, આ જ રીતે બ્રિટને પણ તેના જીનોમની ડિટેઈલ શૅર કરી છે. આપણો દેશ પણ તે શોધી રહ્યો છે કે બ્રિટનમાં મળેલા જીનોમ આપણે ત્યાં તો નથી ને? જો એવી કોઈ પોઝિટવ વ્યક્તિ મળશે તો તેને અલગ રાખીને અલગ ટીમ મારફત તેની સારવાર કરવામાં આવશે અને તેના જીનોમ બ્રિટનના જીનોમ સાથે મેળવવામાં આવશે અને ત્યારબાદ તકેદારીના તમામ પગલા ભારતમાં પણ લેવામાં આવશે.

મોલેક્યુલર સર્વેલન્સ:

આ મોલેક્યુલર સર્વેલન્સ બે પ્રકારના હોય છે. એક હોય છે રેગ્યુલર અને બીજો હોય છે ઈન્વેસ્ટિગેટિવ. રેગ્યુલર મોલિક્યુલર સર્વેલન્સ ઓલરેડી ચાલતો જ હોય છે. માત્ર કોવિડ જ નહીં ઈન્ફ્લૂએન્જા કે અન્ય ડિઝીઝનું પણ રેગ્યુલર બેઝ પર મોલેક્યુલર સર્વેલન્સ થતું હોય છે. એનો સતત સ્ટડી થતો હોય છે અને વધુમાં વધુ જાણકારી મેળવવાનો પ્રયાસ થતો હોય છે. પણ કોરોનાના આ નવા સ્ટ્રેન માટે જે મોલેક્યુલર સર્વેલન્સ થવાનો છે એ ઈન્વેસ્ટિગેટિવ રીતે થશે. આ સર્વેલન્સ, કેસ સ્ટડી બેઝ થશે. જોકે, આપણાં માટે થોડી રાહત એ છે કે, અત્યારસુધી મળી આવેલા વિદેશી દર્દીઓમાં તેવા જીનોમ દેખાયા નથી એટલે હાલ પુરતું તો ટેન્શન લેવાની જરૂર જણાતી નથી.

Leave a Reply

Translate »