દેશમાં ધીમા વેકિસનેશનથી સરકાર ચિંતામાંઃ ૫૪ ટકા જ ટાર્ગેટ હાંસલ

નવી દિલ્હીઃ દેશમાં લાંબી ઇન્તજારી બાદ કોરોના વેકસીનના આગમનથી જે ઉત્સાહ સર્જાયો હતો તે ૨૪થી૭૨ કલાકમાંજ ખત્મ થતો નજરે પડી રહ્ના છે અને સરકારે દેશભરમાં અત્યાર સુધીમાં ત્રણ ૬,૩૧,૪૧૭ લોકોને કુલ ૧૧૬૬૦ સેસન (­પ્રતિ કલાકના ઍક સેશન)માં વેકસીન અપાઇ છે અને તે સરકારના ટાર્ગેટ કરતા અંદાજે ૫૦ ટકા જેવું છે. સરકારે પ્ર­તિ વેકસનેશન સેન્ટર પર રોજ ૧૦૦ લોકોને વેકસીન આપવાનો ટાર્ગેટ આપ્યો છે તેની સામે સરેરાશ ૫૪ લોકોને જ વેકસીન આપી શકે છે. ખાસ કરીને ­થમ તબકકામાં સરકારે તબીબો પેરામેડીકલ સ્ટાફ વિ. ફ્રન્ટલાઇન આરોગ્ય કર્મચારીઅોને વેકસીન આપવાનો કાર્યક્રમ જારી કર્યો છે અને અનેક રાજયોમાં તબીબો અને તેની સંલગ્ન સ્ટાફ હાલ વેકસીન લેવામાં ખચકાટ અનુભવી રહ્ના છે. દેશમાં બે વેકસીન- કોવિશિલ્ડ અને ‘કોવિકસીન’ આપવામાં આવી રહી છે
પણ કોવિકસીન વેકસીનને પુરી સુરક્ષા પરિક્ષણ વગર જ ઇમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપવામાં આવી હોવાના સર્જાયેલા ­શ્રનોથી અને ગંભીર નહી છતાં પણ જે રીતે વેકસીનની સાઇડ ઇફેકટના હજારો કેસ બહાર આવતા વેકસનેશનમાં ટાર્ગેટ લોકો પણ કોઇને કોઇ બહાના બતાવીને વેકસીન લેવામાં ખચકાટ કરે છે. વેકસનેશનમાં સરકારે સાહના ચાર દિવસ નકકી કર્યા છે અને તેમાં પણ ઍક સાથેને બદલે વચ્ચે ‘ગેપ’ પાડતો કાર્યક્રમ હોવાથી વેકસીનેશનને બ્રેક લાગી હોવાનો અભિ­ાય છે. સરકારે સોમવાર તથા બુધવાર અન્ય ખાસ વેકસીનેશન માટે દિવસો નિશ્રિચત કર્યા છે. જાહેર રજા-રવિવારે વેકસીન અપાતી નથી. દેશના પાટનગર દિલ્હીમાં જ ૪૮.૮ ટકા તામીલનાડુમાં ૩૪.૯ ટકા પોંડીચેરીમાં ૩૪.૮ ટકા અને પંજાબ જયાં ખેડૂત આંદોલનની અસર છે ત્યાં સૌથી નીચું ૨૭.૯ ટકા વેકસીનેશન થયુ છે તો ઉતર­દેશમાં ૭૧.૪ ટકા રાજસ્થાનમાં ૭૧.૩ ટકા અને અરુણાચલ ­દેશમાં ૮૦.૮ ટકા સિકકીમ, તેલંગાણા જેવા રાજયોમાં ૮૦થી૮૫ ટકા વેકસીનેશન થયું છે. દિલ્હીમાં ઍઇમ્સમાં જયાં તબીબી ક્ષેત્રના ટોચના લોકોને વેકસીન આપીને ઝુંબેશનો ­પ્રારંભ કરાયો હતો. શનિવારે ૫૫ લોકોને અને મંગળવારે ફકત ૮ લોકોઍ વેકસીન લીધી હતી.
વિશ્વમાં અનેક દેશોમાં જોકે વેક્સિનેશનની ધીમી ગતિ બાદ વેકસીનેશનમાં ઝડપ આવી છે. સરકાર હજું આ રાહ જાશે અને પછી કોઇ મહત્વનો નિર્ણય લેશે જા આ જ ગતિ ચાલી તો આરોગ્ય ક્ષેત્ર બાદ પોલીસ પેરામેડીકલ સ્ટાફ સહિતના વર્ગને વેકસીન આપવાની જે ­ક્રિયા છે તેને પણ ધકકો લાગશે અને ખાસ કરીને ૫૦ વર્ષ કે તેથી વધુ ઉમરના લોકોને વેકસીન આપવાનો કાર્યક્રમ છે. તેઅોને પણ રાહ જાવી પડે તેવી સ્થિતિ છે. કોવિકસીન વેકસીન અંગે જે ­શ્ર?નો ઉભા થયા છે તેમાં સરકાર જવાબ આપવામાં ઉણી ઉતરે છે.આ વેકસીન લેનારે પહેલા મારા જાખમે વેકસીન લઉ તેવુ બાહેધરી પત્ર આપવું પડે છે તે પણ ખચકાટ સર્જી ગયા.

Leave a Reply

Translate »