સચીન પોલીસે પોક્સોના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

સુરત. સચીન પોલીસે પોક્સાના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ભાગતા આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ કમિશ્નર સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નર સાહેબ શ્રી રેન્જ-૦૨ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૩ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબ ઍફ.ડીવિઝન તથા પોલીસ ઇન્સપેકટર નાઅોની સુચના તથા માર્ગદર્શન હેઠળ હાલમા ચાલી રહેલ નાસતા ફરતા આરોપીઅોને શોધી કાઢવા અંગે રાખેલ ડ્રાઇવ અનુસંધાને ગુન્હાના નાસતા ફરતા આરોપીઅોને શોધી કાઢવા અંગે આપેલ સુચના આધારે આજરોજ તા-૧૯/૦૧/ર૦ર૧ ના રોજ પો.સ.ઇ. ઍ.ઍન.જાની તથા પો.સ.ઇ. વી.ઍમ.મકવાણા તથા અ.પો.કો.­વિણભાઇ ભેમાભાઇ તથા અ.પો.કો વિક્રમભાઇ ગોવિંદભાઇ નાઅો બીજા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.પો.કો ­વિણભાઇ ભીમાભાઇ તથા અ.પો.કો વિક્રમભાઇ ગોવિંદભાઇ નાઅોની સંયુક્ત બાતમી આધારે સચીન પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.જી.નં.૮૨/ર૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૫૪(ઍ),(આઇ)(૩),૩૫૪(બી),૪૫ર તથા પોક્સો ઍકટ ૨૦૧૨ ની કલમ ૭,૮,૧૨ મુજબના ગુનન્હામા છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી નામે અનિલકુમાર વૃન્દાવન ­ધાન ઉ.વ.૨૬ રહે- રાધાક્રિષ્ના સોસાયટી હરિઅોમભાઇના મકાનમા જગન્નાથ મંદિરની બાજુમા સચીન સુરત મુળ રહે- વોર્ડ નં.૦૪ અંકોર્ડાગામ થાના દિગાપહાડી જી-ગંજામ(અોરીસ્સા) નાઅોને સચીન ગુ.હા.બોર્ડ ખોડીયાર મંદિર પાસેથી ઝડપી પાડી
ઉપરોક્ત ગુન્હાના કામે સચીન પોલીસ સ્ટેશન ખાતે લાવી અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.ઉપરોક્ત કામગીરી પો.ઇન્સશ્રી ઍન.ઍ.દેસાઇ સચીન પોલીસ સ્ટેશનની માર્ગદર્શન હેઠળ નીચે કામગીરી કરવામાં આવી હતી.

Leave a Reply

Translate »