વિશ્વભરમાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. કેટલાક દેશોએ કોરોનાને પગલે લોકડાઉન જેવા પગલાં પણ ભરયાર્ છે. ઓસ્ટ્રિયામાં કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે, પણ લોકો નિશ્ચિંત છે અને એટલું જ નહીં, પણ કોરોના અંગેના પ્રતિબંધોનો વિરોધ પણ કરી રહ્યા છે. વિયેનામાં કોરોના સંક્રમણ અંગેના પ્રતિબંધોનો વિરોધ કરવા લોકો સફેદ સૂટ અને માસ્ક પહેરીને વિરોધપ્રદર્શનમાં ઊમટી પડ્યા હતા.