• Sun. Mar 24th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

૧૧ વર્ષના બાળકે પિતાને ૧૦ કરોડની ખંડણી માટે ઈમેલ કર્યો

ટેકનોલોજીનો ઉપયોગ જો તમે સારા કાર્યોમાં કરો તો આશીર્વાદ છે અને જા તેનાથી તમે ખોટા કામ કરો તો શ્રાપ છે. આધુનિક થઈ રહેલા સમયમાં માતા-પિતા પણ ગેમ રમવા માટે બાળકોને મોબાઈલ આપતા હોય છે. કોરોનાકાળમાં ઓનલાઈન ક્લાસ માટે ઈન્ટરનેટ કનેક્શન સાથે કોમ્પ્યુટર આપતા હોય છે. પરંતુ ઈન્ટરનેટના ઉપયોગ સમયે બાળક સાથે મા-બાપનું રહેવું ખૂબ જરૂરી છે. ઈન્ટરનેટના ખોટા ઉપયોગથી બાળકો પર થતી ખરાબ અસરોનો ઍક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં માત્ર ૧૧ વર્ષની ઉંમરે ઍક છોકરાઍ પોતાના મા-બાપની ઊંઘ ઉડાડી દીધી. આ છોકરો ૧ મહિના સુધી ઍક પ્રોફેશનલ આરોપીની જેમ તેમને પરેશાન કરતો રહ્નાો. પરિવાર સંપૂર્ણ રીતે ભાંગી પડ્યો હતો અને પછી છોકરાઍ ૧૦ કરોડ રૂપિયાની ખંડણીનો ઈમેઈલ કર્યો.
જે બાદ પિતાઍ સાઈબર સેલમાં ફરિયાદ કરી. પોલીસે તપાસ શરૂ કરી તો ઘરના આઈપી પરથી જ ઈમેઈલ મળ્યો હોવાની જાણ થઈ. પરિવારના તમામ સદસ્યોની પૂછપરછ થઈ તો માલુમ પડ્યું કે પાંચમા ધોરણમાં ભણનારા છોકરાઍ આ હરકત કરી છે. આ ચોંકાવનારો મામલો યુપીના ગાઝિયાબાદના ઈંદિરાપુરમનો છે.
બાળકના પિતા ઈન્દિરાપુરમમાં રહે છે. સરકારી વિભાગમાં ઉચ્ચા હોદ્દા પર છે. તેમને ઘણા દિવસોથી ઈમેઈલ પર ધમકીઓ મળી રહી હતી. તેમણે પોતાના ઈન્ટરનેટ ર્સિવસ પ્રોવાઈડરની મદદ માગી, પરંતુ કોઈ ફાયદો ન થયો. લગભગ ૧ મહિનાથી સમગ્ર પરિવાર પરેશાન હતો.
પરંતુ પાછલા દિવસોમાં ૧૦ કરોડ રૂપિયાની ખંડણીનો ઈમેઈલ મળ્યો. હવે પરિવાર સંપૂર્ણ રીતે ડરી ગયો અને સીધા જ સાઈબર સેલ પહોંચીને ફરિયાદ કરી. પોલીસની તપાસમાં જે આઈપીથી ઈમેઈલ આવ્યો હતો, તે તેમના જ ઘરનો હતો. હવે શંકાની સોય પરિવાર પર જ આવી ગઈ. દરેક સદસ્યઍ પોલીસની અલગ-અલગ પૂછપરછ કરી. આ ક્રમમાં ૧૧ વર્ષના છોકરાઍ ઘટનાક્રમ વિશે જણાવી દીધું. સાઈબર ક્રાઈમ સેલના ઈન્ચાર્જ સુમિત કુમારે જણાવ્યું કે, છોકરાને થોડા સમય પહેલા કોમ્પ્યુટરના ઓનલાઈન ક્લાસ દરમિયાન સાઈબર ક્રાઈમ અને તેનાથી બચવાના સંબંધમાં જાણકારી આપવામાં આવી હતી. આ વિશે છોકરાઍ યુ-ટ્યુબ પર ઘણા વીડિયો જાયા. કેવી રીતે ઈમેઈલ મોકલાય છે અને સાઈબર ક્રાઈમ કેવી રીતે થાય છે વગેરે વિશે વીડિયો જાયા. અહીંથી જાણકારી મેળવીને જ તે ઈ-મેઈલ મોકલવા લાગ્યો. હવે પોલીસ છોકરાની પૂછપરછ કરીને તપાસ કરી રહી છે કે તેણે આ પ્રકારના ઈમેઈલ મોકલીને પોતાના મિત્રોને પરેશાન કર્યા છે કે નહીં.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »