કોરોના વેક્સિન લીધા બાદ 600ને સાઈડ ઈફેક્ટ, શું કહ્યું સ્વાસ્થય મંત્રીએ?

ભારતમાં કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા આગળ વધી રહી છે. જોકે, અત્યારસુધી વેક્સિન લીધા બાદ સાઈડ ઈફેક્ટના 600 જેટલા મામલા સામે આવ્યા છે. દિલ્હીમાં આજે પણ ચાર કેસ નોંધાયા છે. ત્યારે સાઇડ ઇફેક્ટ પર વાત કરતા સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, હકીકત એ છે કે વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત અને પ્રભાવશાળી છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી જે પણ સાઇડ ઇફેક્ટના કેસ સામે આવ્યા છે એ સામાન્ય છે. વેક્સિનેશનથી પહેલા જ કેટલીક સાઇડ ઇફેક્ટ વિશે જણાવવામાં આવ્યું હતુ. કોઈ પણ વેક્સિનેશનમાં આવું થાય છે. કોરોનાને જો મૂળથી ખત્મ કરવો છે તો વેક્સિન લગાવવી જરૂરી છે.

ડો. હર્ષવર્ધને કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકો રાજકીય ફાયદો લેવા માટે વેક્સિનેશનને લઈને ખોટી વાતો ફેલાવી રહ્યા છે.તેમણે કહ્યું કે, આની અસર અનેક જગ્યાએ જોવા મળી રહી છે અને કેટલાક લોકો વેક્સિન લગાવવાથી ભાગી રહ્યા છે. સરકાર બિલકુલ પણ કોઈ પણના આરોગ્ય સાથે છેડછાડ નહીં કરે. તમામને સુરક્ષિત રાખવા એ અમારી જવાબદારી છે.

Leave a Reply

Translate »