રાજકોટ. આજથી નવ વર્ષ પહેલા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતાં ૨૩ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ઍચઆઈવીનો ચેપ લાગી ગયો હતો. ત્યારે આ ઘટનાઍ આખા દેશનું ધ્યાન પોતાના તરફ ખેîચ્યુ હતું ત્યારે વધુ ઍક ઘટનાઍ ગુજરાતના તબીબી જગતને લાંછન લગાડતો કિસ્સો બન્યો છે હવે જૂનાગઢ બાદ રાજકોટમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકને ઍચઆઈવી ગ્રસ્ત બલ્ડ ચડાવી દેતા બાળક પોઝિટિવ (ઍચઆઈવી પોઝિટીવ) થયા હોવાના આક્ષેપ થયો છે. આ અંગે કોંગ્રેસ કલેકટરને રાજુઆત કરવા પહોંચી હતી.
પ્રા માહિતી અનુસારસ, રાજકોટ ૧૪ વર્ષનો બાળક નાનપણથી થેલેસેમિયા પીડિત હતો અને તેને નાનપણથી જ સિવિલ હોસ્પિટલમાં બલ્ડ ચઢાવવામાં આવતું હતું. આ બાળક ઍચઆઈવી પોઝિટિવ નહતો પરંતુ છેલ્લા રિપોર્ટમાં ઍચઆઈવી પોઝિટિવ આવતા બાળક પરિવાર સાથે કલેકટર ઓફિસ પોહચ્યા હતા.
આ મામલે બાળકના પિતાનું કહેવું છે કે, તેમના પુત્રને ઍક વર્ષનો હતો ત્યારથી અહિંયા ૭ બ્લડ ચઢાવવામાં આવે છે અને આજદિન સુધી અન્ય કોઇ ખાનગી હોસ્પિટલમાં બ્લડ ચડાવ્યું નથી. અત્યારસુધી તો મારો વહાલસોયો પુત્ર થેલેસેમિયાગ્રસ્ત હતો પણ બ્લડ બેîકની આવડી મોટી ભૂલને કારણે હવે ઍચઆઈવી ગ્રસ્ત થઈ ગયો છે.
રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં વધુ ઍક બેદરકારી સામે આવતા કોંગ્રેસના ડો.હેમાંગ વસાવડા સાહિતના આગેવાનો કલેકટર ઓફિસ પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં અવારનવાર બેદરકારી સામે આવે છે પણ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવતી ત્યારે હોસ્પિટલમાં ૭૦૦ જેટલા થેલેસેમિયા ગ્રસ્ત લોકોને બલ્ડ ચડાવવામાં આવે છે ત્યારે અન્ય લોકોને તો આ પ્રકારનું બલ્ડ તો ચડાવી દેવામાં નથી આવ્યું ને તેને લઈ તપાસની માંગણી કોંગ્રેસ પાર્ટીઍ કરી હતી.
રાજકોટ હોસ્પિટલમાં અવારનવાર બેદરકરી સામે આવે છે ત્યારે હોસ્પિટલના સત્તાધીશો સામે કોઈજ કાર્યવાહી ન થતા કલેક્ટરને રજૂઆત કર્યા બાદ કડક કાર્યવાહી કરવા કોંગ્રેસે માંગ કરી હતી.