ઓસ્ટ્રેલિયન ટીમને ઘરઆંગણે ધૂળ ચટાવ્યા બાદ હવે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે રમશે. ઓસ્ટ્રેલીયા સામે જબરદસ્ત વિજય સાથેના પ્રવાસ બાદ હવે ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમ ઘર આંગણે સિરીઝ રમશે. કોરોના કાળ બાદ પ્રથમ વાર ભારતના ઘરઆંગણે કોઇ ક્રિકેટ ટુર્નામેન્ટ અથવા સિરીઝ રમાનારી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમાશે પ્રથમ બે ટેસ્ટ મેચ ચેન્નાઇમાં રમાનાર છે. જાકે આ સિરીઝની શરુઆત પહેલા જ તામિલનાડુ ક્રિકેટ ઍસોસિઍશનથી જે સમાચારો આવી રહ્ના છે. તે ભારતીય ક્રિકેટ ફેન્સ માટે થોડા સારા નથી. મળતી માહિતી મુજબ ચેન્નાઇમાં રમાનારી ટેસ્ટ સિરીઝની પ્રથમ બંને મેચ પ્રેક્ષકો વિના જ ખાલી સ્ટેડીયમમાં રમાશે.
તામિલનાડુ ક્રિકેટ ઍસોસિઍશને પોતાના તમામ મેમ્બરોને ઍક બતાવી દીધુ છે કે, ટેસ્ટ મેચના દરમ્યાન દર્શકોને પ્રવેશ નહી હોય. તેમણે આ નિર્ણય ત્યારે લીધો છે કે જ્યારે ભારત સરકારે તમામ આઉટડોર રમતો માટે ૫૦ ટકા સુધી દર્શકોને પરવાનગી આપી છે. ચેન્નાઇમાં પ્રથમ ટેસ્ટ મેચ ૫ ફેબ્રુઆરીથી ૯ ફેબ્રુઆરીઍ રમાનારી છે. જ્યારે બીજી ટેસ્ટનું આયોજન ૧૩ ફેબ્રુઆરીથી ૧૭ ફેબ્રુઆરી વચ્ચે હશે.
ટીઍનસીઍના સેક્રટરી આર.રામાસ્વામીઍ પોતાના ઍસોસીઍશનના તમામ સદસ્યોને ઍ કહ્ના કે, બીસીસીઆઈની સુરક્ષા બાબતોને જાતા અમારે કોઇ પણ પ્રકારનુ રિસ્ક નહી ઉઠાવવુ જાઇે. આપણે સિરીઝ દરમ્યાન ખેલાડીઓની સુરક્ષાને ને લઇને બાંધછોડ કરી શકતા નથી. આવામાં બોર્ડના દિશાનિર્દેશોનુસાર પ્રથમ બે ટેસ્ટ ખાલી સ્ટેડીયમમાં જ કરાવવામાં આવશે. મતલબ કે ફક્ત દર્શકો પર પ્રવેશબંધી નહી હોય, ગેસ્ટ અને સમિતી સદસ્યો પણ મેચ જાવા નહી આવી શકે. ટીઍનસીઍ ના દ્રારા પગલુ ભારત સરકાર દ્રારા આઉટડોરમાં પ્રેક્ષકોને લઇને આપેલી ૫૦ ટકા સંખ્યાની હાજરીની છુટછાટ બાદ ભરવામાં આવ્યુ છે. જાકે ગુજરાત ક્રિકેટ ઍસોસિઍશન તેમના મોટેરા સ્ટેડીયમમાં કેટલાક દર્શકોને પ્રવેશ માટે ખોલવામાં આવી શકે છે. ગુજરાત ક્રિકેટ ના ઍક સિનીયર અધીકારીઍ કહ્નાં હતું કે તેમનુ પ્લાનીંગ ૨૦ થી ૩૦ ટકા દર્શકોને સ્ટેડીયમમાં પ્રવેશ આપવાનું છે. ભારત અને ઇંગ્લેîડ વચ્ચેની ટેસ્ટ સિરીઝની અંતિમ બે ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમા રમાનારી છે. ત્રીજી ટેસ્ટ મેચ પિંક બોલ વડે દુધિયા રંગના પ્રકાશમાં ૨૪ ફેબ્રુઆરી થી રમાનારી છે. જ્યારે સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ પણ મોટેરા સ્ટેડીયમમાં ૪ માર્ચ થી રમાશે.