બજેટ દસ્તાવેજાના સંકલનની પ્રક્રિયા શનિવારે પારંપરિક હલવા સમારંભના આયોજન સાથે શરૂ થઈ ગઈ. આ સમારંભમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર અને નાણા મંત્રાલયના સીનિયર અધિકારીઓઍ ભાગ લીધો.
કોરોના માહામારીને પગલે આ વખતે દર વખતની જેમ દસ્તાવેજા છાપવામાં નહીં આવે. તેના બદલે આ વખતે સાંસદોને બજેટ દસ્તાવેજ ડિજિટલ સ્વરૂપમાં આપવામાં આવશે. આ પહેલ દર વર્ષે હલવા સમારંભના આયોજનથી બજેટ દસ્તાવેજાનું પ્રકાશન શરૂ થતું હતું. આ વખતે પહેલી વાર ઍવું બનશે કે બજેટ દસ્તાવેજાનું પ્રકાશન નહીં થાય.
નાણા મંત્રાલયે ઍક સ્ટેટમેન્ટમં કહ્નાં કે, ’ઍક અભૂતપૂર્વ પહેલ અંતર્ગત કેન્દ્રીય બજેટ ૨૦૨૧-૨૨ પહેલી વખત ડિજિટલ રીતે લોકોને મળશે. બજેટ ઍક ફેબ્રુઆરીઍ રજૂ થવાનું છે.’ આ પ્રસંગે નાણા મંત્રી સીતારમણે યુનિયન બજેટ મોબાઈલ ઍપ પણ રજૂ કરી, જેથી સંસદ તેમજ સામાન્ય લોકો કોઈ મુશ્કેલી વિના ડિજિટલ રીતે બજેટ દસ્તાવેજ મેળવી શકે. આ મોબાઈલ ઍપમાં ર્વાષક નાણાકીય વિવરણ (બજેટ), ગ્રાન્ટની માંગ (ડીજી), નાણા બિલ વગેરે સહિત બંધારણ દ્વારા નિર્ધારિત ૧૪ કેન્દ્રીય બજેટ દસ્તાવેજ ઉપલબ્ધ કરાવાશે. હલવા સમારંભમાં નાણા સચિવ અજય ભૂષણ પાંડે, આિર્થક બાબતોના સચિવ તરુણ બજાજ, નાણાકીય સેવા સચિવ દેબાશીષ પાંડા, દીપમના સચિવ તુહિન કાંત પાંડે, ઍક્સપેન્ડિચર સચિવ ટીવી સોમનાથન, મુખ્ય આિર્થક સલાહકાર કેવી સુબ્રમણ્યમ અને બજેટની તૈયારી તેમજ સંકલન પ્રક્રિયામાં સામેલ અન્ય સીનિયર અધિકારી પણ ઉપસ્થિત હતા.
સ્ટેટમેન્ટમાં કહેવાયું કે, ’નાણા મંત્રીઍ બાદમાં કેન્દ્રીય બજેટ ૨૦૨૧-૨૨ના સંકલનની સ્થિતિની સમીક્ષા કરી અને સંબંધિત અધિકારીઓને શુભકામનાઓ આપી.’ તેમાં કહેવાયું કે, ઍપમાં ડાઉનલોડિંગ, પ્રિન્ટિંગ, સર્ચ, ઝૂમ ઈન, ઝૂમ આઉટ સહિત ઘણા ફીચર્સ અપાયા છે. આ ઍપને કેન્દ્રીય બજેટ વેબ પોર્ટલ (ઈન્ડિયા બજેટ ડોટ જીઓવી ડોટ ઈન) પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.
આ ઍપને આિર્થક મામલાના વિભાગના માર્ગદર્શનમાં રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર (ઍનઆઈસી) દ્વારા વિકસિત કરાઈ છે. સ્ટેટમેન્ટ મુજબ, ઍક ફેબ્રુઆરીઍ સંસદમાં નાણા મંત્રીઍ બજેટ ભાષણ પુરું થયા બાદ બજેટ દસ્તાવેજ આ મોબાઈલ ઍપ પર ઉપલબ્ધ હશે.