સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કાેવિંદએ એ પહેલ પાેતાના અભિભાષણમાં એ કહ્યું કે, ગત દિવસોમાં થયેલા તિરંગા અને પ્રજાસત્તાક દિવસ જેવા પવિત્ર દિવસનું અપમાન દુર્ભાગ્યપૂર્ણ છે. જે સંવિધાન આપણને અભિવ્યક્તિની આઝાદી આપે છે, એ જ સંવિધાન આપણને શીખવે છે કે કાયદા અને નિયમોનું પણ એટલી જ ગંભીરતાથી પાલન કરવું જોઇએ. વર્તમાન કૃષિ કાયદાના અમલીકરણને દેશની સર્વોચ્ચ અદાલતે સ્થગિત કર્યો છે. મારી સરકાર સુપ્રીમ કૉર્ટના નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરતા તેનું પાલન કરશે.
આટલા મામલે સરકારની તારીફ કરી
રામનાથ કોવિંદે કે, આપણા માટે ગર્વની વાત છે કે આજે ભારત દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે. આ પ્રોગ્રામની બંને વેક્સિન ભારતમાં નિર્માણ પામી છે. ભારતે માનવતા પ્રત્યે પોતાના દાયિત્વનું નિર્વહન કરતા અનેક દેશોને કોરોના વેક્સિનના લાખો ડોઝ આપ્યા.
રામનાથ કોવિંદે કહ્યું કે, મહામારીની વિરુદ્ધ આ લડાઈમાં આપણે દેશવાસીઓને ગુમાવ્યા. આપણા તમામના પ્રિય અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન પણ કોરોના કાળમાં થયું. સંસદના 6 સભ્ય પણ કોરોનાના કારણે આપણે ગુમાવ્યા. હું તમામના પ્રત્યે વિનર્મ શ્રદ્ધાંજલિ અપ્રિત કરું છું.
તેમણે કહ્યું કે, લગભગ 31 હજાર કરોડ રૂપિયા ગરીબ મહિલાઓના જનધન ખાતામાં પૈસા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા. દેશભમાં ઉજ્જવલા યોજનાની લાભાર્થી ગરીબ મહિલાઓને 14 કરોડથી વધારે મફત ગેસ સિલિન્ડર પણ મળ્યા. કોરોના કાળમાં બનેલી વૈશ્વિક પરિસ્થિતિઓએ જ્યારે દરેક દેશની પ્રાથમિકતા તેની જરૂરિયાતો હતી, આપણને એ યાદ અપાવ્યું છે કે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કેમ જરૂરી છે.
ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે આ દશક મહત્વપૂર્ણ ઃ વડાપ્રધાન
બજેટ સત્ર પહેલા પીએમ મોદીએ તમામ સાંસદોને સહયોગની અપીલ કરી. પીએમે કહ્યું કે, સરકાર તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, મને આશા છે કે આ સત્ર સારું હશે, દરેક મુદ્દા પર ચર્ચા થશે. ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે આ દશક ઘણું મહત્વપૂર્ણ છે. સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા જોવામાં આવેલા સપનાને પૂર્ણ કરવા માટે રાષ્ટ્રની સામે સોનેરી તક છે.
19 પાર્ટીઆેનાે વિરાેધ-
રાષ્ટ્રપતિના સંબોધનનો વિરોધ કરનારી પાર્ટીઓમાં કોંગ્રેસ, શિવસેના, સમાજવાદી પાર્ટી, NCP, JKNC, DMK, TMC, RJD, CPI-M, CPI, IUML, RSP, PDP, MDMK, કેરળ કોંગ્રેસ(M) અને AIUF સામેલ છે. આ પાર્ટીઓએ નિવેદન બહાર પાડીને તેની માહિતી આપી છે. બાદમાં આમ આદમી પાર્ટી અને શિરોમણી અકાલી દળે પણ બાયકોટની જાહેરાત કરી. રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે આ જાણકારી આપી.