આ શહેરમાં નજીવી બાબતે એક 13 વર્ષીય તરુણે 12 વર્ષના બાળકને ફટકા મારી હત્યા કરી


સુરતમાં બાળકાે બાળકાેના ઝઘડાએ હત્યાનું રૂપ લઈ લીધું હતું. મારવાથી મરી જાય તેવું પણ સહજભાવે નહીં જાણતા એક 13 વર્ષીય તરુણે 12 વર્ષના અન્ય તરુણના માથાના ભાગે બે ફટકા મારતા તે ઢળી પડ્યાે હતાે. આ બાળક તેને મારીને જતાે રહ્યાે હતાે પણ બાદમાં તેની લાશ ભૂંડએ માથાના વાળ અને નાક ખાધેલી હાલતમાં મળી આવી હતી. નાની વયે હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે.પાેલીસે ફટકા મારનાર તરુણની અટકાયત કરી છે. તેને જુવેનાઈલ હાેલમાં માેકલી આપવામાં આવશે. હત્યા કરનાર તરુણે કહ્યું હતું કે, મરનાર બાળક તેના આઠ વર્ષીય ભાઈને માર મારી અપશબ્દો કહેતો હોઈ તેને ઠપકાે આપવા ગયાે તાે તે મને પણ મારીને ઝાડીમાં ભાગ્યાે જેથી, ઉશ્કેરાટમાં તેનાે પીછાે કરી માથામાં બે ફટકા મારી દીધા હતા.
પાેલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે સુરતના ભેસ્તાન આવાસમાં સરસ્વતી બિલ્ડિંગને અડીને આવેલી ઝાડીમાં બારેક વર્ષના તરૂણની લાશ પડી હોવાની માહિતી મળતાં જ એ.સી.પી જય પંડ્યા અને પાંડેસરા પોલીસ ઈન્સ્પેક્ટર અલ્પેશ ચૌધરી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બાળકના માથામાં ફટકા મારી હત્યા કરી દેવામાં આવી હતી. જે ફટકા વડે બાળકની હત્યા થઈ હતી તે લાકડું પણ ત્યાં જ પડેલું મળ્યું હતું. .
પોલીસે તપાસ કરતાં બાળક આવાસમાં જ રહેતો અને એક મહિના પહેલાં જ વતનથી આવેલાં અંશુ તરીકે ઓળખ કરી લેવાઈ હતી. ડેડબોડીના માથાના આગળની તરફથી અડધા વાળ ગાયબ હતા અને નાક ઉપર પણ ગંભીર ઈજાના નિશાન હોઈ મામલો ગંભીર લાગ્યો હતો. કોઈએ હત્યા બાદ બાળકના વાળ કાપી તેનું નાક પણ કાપી નાંખવાની કરેલી કોશિશથી પોલીસ ગૂંચવાઈ હતી. આશ્ચર્યજનક રીતે પોલીસે 13 વર્ષીય તરૂણની ધરપકડ કરી હતી.
આ તરૂણની આઠ વર્ષીય નાના ભાઈએ મૃતક તરૂણ મારતો હોઈ ફરિયાદ કરી હતી. જેને લઈને ઝઘડો થતાં હત્યા કરી નાંખી હતી. ડેડબોડી ત્યાં ઘણો સમય પડી રહી હતી. તે દરમિયાન ત્યાં ભૂંડાેએ શબનું નાક અને માથાના વાળનો ભાગ કરડી ખાધા હતા. પાેલીસ હત્યા કરનાર તુરણાવાસ્થામાં હાેવાથી તેની સામે જરૂરી કાર્યવાહી કરી જુવેનાઈલ હાેલમાં માેકલવાની તજવીજ હાથ ધરશે.

Leave a Reply

Translate »