• Fri. Mar 29th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

સુરતમાં ઉમેદવારીને લઈને કોગ્રેસમાં પણ ભડકો : કાર્યલયની અોફિસમાં તોડફોડ

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની ટીકીટ ફાળવણીને લઈને ભાજપ બાદ કોંગ્રેસમાં પણ ભડકો જાવા મળ્યો છે. આજે સવારે ચોકબજાર મક્કાઈપુલ ખાતે આવેલ કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં ટિકીટ ફાળવણીને લઈને લઈને રોષે ભરાયેલા કાર્યકરોઍ અોફિસમાં તોડફોડ કરી હતી તેમજ બેનરો ફાડવાનો પ્રયાસ કર્યો હતો. તો સિનિયર નેતા ઍવા પુર્વ શહેર પ્રમુખ શંભુભાઈ પ્રજાપતિ ધરણા પર બેસતા કોગ્રેસ આગેવાનો દોડતા થઈ ગયા હતા.

કોગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ શહેર પ્રમુખ શંભુભાઈ પ્રજાપતિ ધરણાં પર બેઠા


કોંગ્રેસ પક્ષ દ્વારા ટિકિટ ફાળવણીમાં વર્ષોથી વફાદાર અને નિષ્ઠાપૂર્વક કામ કરનાર કાર્યકર્તાઅોને બાકાત રાખ્યા છે. અને રાતોરાત બીજા પક્ષમાંથી આવેલા લોકોને ટિકિટ ફાળવણી કરવાના આવતા કાર્યકર્તાઅોમાં રોષ જાવા મળી રહ્ના હતો. કાર્યકર્તાઅોના રોષ વચ્ચે આજે સવારે નવેક વાગ્યે મક્કાઇપુલ ખાતે આવેલા કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં સવારે નવેક વાગ્યાના આસપાસ બે ઇસમો ઘૂસી ખુરશીઅો ફેંકી તોડફોડ શરૂ કરી હતી. તેમજ કાર્યાલય પર લાગેલા બેનરો ફાડવાનો ­યાસ કર્યો હતો. સુરત શહેર કોંગ્રેસ સમિતિના માજી શહેર ­મુખ શંભુભાઇ ­જાપતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર ધરણાંનું આયોજન કર્યું છે. જાકે, તે પહેલા જ કાર્યાલયમાં તોડફોડ કરતા આ ઘટનાને વખોડી હતી.શંભુભાઈ ­જાપતિઍ જણાવ્યું હતું કે, ધરણાં કરવા માટે કોંગ્રેસના કાર્યાલય ખાતે પહોંચ્યો હતો. ત્યારે જાણ થઇ હતી કે, કાર્યાલયમાં તોડફોડ અને ખુરશીઅો ફેંકવામાં આવી છે. જેનું મને દુખ છે. જાકે, વોર્ડ નંબર ૧૮માં રાતોરાત બીજા પક્ષમાંથી આવેલા લોકોને ટિકિટ ફાળવણી કરી દેવામાં આવી છે. ઘણા બઘા વોર્ડમાં આવી પરિસ્થિતિ છે. કાર્યકરોમાં રોષ છે કે, હાલ કોંગ્રેસને બેઠી કરવાની સુવર્ણ તક હતી જેને ગુમાવી રહ્ના છીઍ. જેને લઇને હું ધરણાં પર બેઠો છું.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »