ખેડૂતોનો આજે સદભાવના દિવસ એક દિવસનો ઉપવાસ રાખ્યાં

ખેડૂતોએ આજે ઉપવાસ શરૂ કર્યા છે. આજે એક દિવસનો ઉપવાસ રાખીને ખેડૂતો સદભાવના દિવસ મનાવી રહ્યા છે. એના દ્વારા તેઓ 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેકટર રેલીમાં થયેલી હિંસાનું પ્રાયશ્ચિત કરવા માગે છે.

દિલ્હી પોલીસે પ્રતાસત્તાદ દિવસ પર હિંસા ફેલાવવાના આરોપ બદલ અત્યાર સુધીમાં 44 લોકોની ધરપકડ કરી છે, જેમાં દિલ્હી-હરિયાણા સિંધુ બોર્ડર પર થયેલી અથડામણ દરમિયાન શુક્રવારના એક પોલીસકર્મી પર તલવાર વડે હુમલો કરનાર શખ્સ પણ સામેલ છે. ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતો બે મહિનાથી વધુ સમયથી દિલ્હીની જુદી જુદી સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

ખેડૂતો સંગઠનોએ શુક્રવારે પંજાબ અને હરિયાણાના ખેડૂતોને દિલ્હીની સરહદ પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા એકત્ર કરવાનું શરૂ કરી દીધું છે. શિરોમણી અકાલી દલ અને ઈનેલો જેવા રાજકીય પક્ષોને પણ ખેડૂતોને સાથ આપવાની જાહેરાત કરી છે. ખેડૂત નેતાઓએ દાવો કર્યો કે જીંદ, ઈસાર, ભિવાની અને રોહતક સહિત હરિયાણાના કેટલાક ભાગોથી ખેડૂતો કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનમાં સામેલ થવા માટે દિલ્હીની સરહદ તરફ આગળ વધવાનું શરૂ કરી દીધું છે.  

ભારતીય ખેડૂત યુનિયન (ચડૂની)ના એક નેતાએ જણાવ્યું કે હરિયાણામાં કેટલીક ખાપ પંચાયોતની બેઠક યોજાઈ હતી અને ખેડૂત આંદોલનને સમર્થન આપવાનો નિર્ણય લેવાયો હતો. તેમણે જણાવ્યું કે કેટલાક ગામોએ પ્રદર્શનમાં પોતાની ટ્રેક્ટર રેલી મોકલવાનો પણ નિર્ણય લીધો છે. શિરોમણી અકાલી દળે પોતાના કાર્યકર્તાઓને કહ્યું કે દિલ્હીની સરહદે ચાલી રહેલા પ્રદર્શન સ્થળો પર આંદોલનને મજબૂત કરવા મોટી સંખ્યામાં ત્યાં પહોંચે.

Leave a Reply

Translate »