બીસીસીઆઈ પ્રમુખ ગાંગુલીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીને રવિવારે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ગાંગુલીને છાતીમાં દુખાવો થવાના કારણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમની ધમનીઓમાં બ્લોકેજ હોવાના કારણે તેમની ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને બે સ્ટેન્ટ નાંખવામાં આવ્યા હતા. હ્લદયમાં દુખાવાની ફરિયાદ સાથે ૪૮ વર્ષીય ગાંગુલીને બુધવારે મહિનામાં બીજી વખત હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.
હ્લદયરોગના નિષ્ણાત ડોક્ટર દેવી શેટ્ટી અને ડોક્ટર અશ્વિન મહેતા તથા અન્ય તબીબોતની ટીમે ગુરૂવારે તેમની ઍન્જિયોપ્લાસ્ટી કરી હતી અને બે સ્ટેન્ટ મૂક્યા હતા. હોસ્પિટલના ઍક સિનિયર ડોક્ટરે કહ્નાં હતું કે, ગાંગુલીની તબીયત સારી છે અને તેમનું હ્લદય સામાન્ય વ્યક્તિની જેમ જ સ્વસ્થ છે. તેમની તબીયત ઝડપથી સુધરી છે અને અમને આશા છે કે થોડા દિવસમાં જ તે સામાન્ય જીવન જીવી શકશે.
તેમણે કહ્નાં હતું કે, ગાંગુલીને કડક શિસ્તનું પાલન કરવું પડશે અને થોડા મહિના સુધી દવાઓ લેવી પડશે. આ પહેલા ગાંગુલીને આ મહિનાની શરૂઆતમાં હળવો હ્લદયરોગનો હુમલો આવ્યો હતો અને ટ્રિપલ વેસેલ ડિસિઝથી પીડિત હોવાનો ખ્યાલ આવ્યો હતો. આ દમરિયાન તેમની ધમનીઓમાંથી બ્લોકેજ દૂર કરવા માટે તેમની ઍન્જિયોપ્લાસ્ટી કરીને ઍક સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું.

Leave a Reply

Translate »