સુરત, કતારગામ વિસ્તારમાં રહેતી પરિણીતાને તેની બહેનપણીના ભાઈઍ લાયસન્સ કઢાવી આપવાને બહાને ડોક્યુમેન્ટ સાથે આરટીઅો ખાતે બોલાવ્યા બાદ ત્યાંથી ડુમસ ફરવા લઈ જઈ હોટલમાં ઘેનયુક્ત ઠંડુ પીણું પીવડાવી બેભાન કરી બળાત્કાર કર્યો હતો તેમજ પરિણીતાના નગ્ન અવસ્થાના ફોટા પાડી તેને વાયરલ કરી દેવાની તેમજ પોલીસ કેસ કરશે તો જેલમાંથી છુટી પતિ અને છોકરીઅોને જાનથી મારી નાંખવાની ધમકી આપી બ્લેઈક મેઈલ કરી અવાર નવાર બળાત્કાર કર્યો હતો.
બનાવની વિગત ઍવી છે કે કતારગામ બાળ આશ્રમ સ્કુલ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી ૨૮ વર્ષીય પરિણીતાની લગન્ પહેલા નજીકમાં આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા દક્ષેશ દિનેશ મિસ્ત્રી (ઉ.વ.૨૮) સાથે અોળખાણ થઈ હતી અને બંને અવાર નવાર ઍકબીજા સાથે મળતા હતા. દરમિયાન સપ્ટેમ્બર ૨૦૧૯માં પરિણીતા તેની દેરાણી સાથે કિરણ હોસ્પિટલ સામે આવેલ રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા માટે ગયા હતા તે વખતે દક્ષેશ તેની પાસે આવી કોઈ કામકાજ હોય તો કહેજા હોવાનુ કહેતા પરિણીતાઍ તેને લાયસન્સ કઢાવાનું છે જેથી કોઈ અોળખીતો હોય તો કહજા તેમ કહ્નાં હતું ત્યારબાદ દક્ષેશે પરિણીતાને ફોન કરી ડોક્યુમેન્ટ લઈને આરટીઅો ખાતે બોલાવ્યો હતો.પરિણીતા ડોક્યુમેન્ટ લઈને આરટીઅો ખાતે તેને મળવા માટે ગઈ હતી ત્યારે દક્ષેશે તેને ઼ડુમસ ફરવા લઈ ગયો હતો અને ત્યાં હોટલમાં કોલ્ડ્રિક્સ પીવડાવ્યું હતું જે પીધા બાદ પરિણીતાને ચક્કર આવી અર્ધબેભાન થતા દક્ષેશ રૂમમાં લઈ જઈ બળાત્કાર કર્યો હતો તેમજ નગ્ન અવસ્થાના ફોટા પાડી પરિણીતા ભાનમાં આવતા તેને બતાવી જા તું મારી સાથે શરીર સંબંધ નહી બાધે તો તારા ફોટા વાયરલ કરી દઈશે કહી બ્લેકમેઈલ કરી અવાર નવાર મરજી વિરૂધ્ધ શારીર સંબંધો બાધ્યા હતા અને તેની સામે પોલીસ ફરિયાદ કરશે તો જેલમાંથી છુટી પતિ અને છોકરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ દક્ષેશ મિસ્ત્રી સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.