દિલ્હીની ગાજીપુર બોર્ડરે રસ્તા પર ખીલા અને કાંટાળી વાડ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં બેરિકેડ્સ મૂકીને રસ્તાને સીલ કરવામાં આવ્યો હતો, જેના લીધે ખેડૂતોના ટ્રેક્ટર આવી ન શકે. હવે રસ્તા પરથી આ ખીલા દૂર કરવામાં આવી રહ્યાં હોય તેવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
ખીલા દૂર કરવાની વાત વાયરલ થતાં દિલ્હી પોલીસે આ અંગે સ્પષ્ટતા કરી છે કે, આ ખીલા નીકાળવામાં નથી આવી રહ્યાં, પરંતુ તેને રિપોઝિશન કરવામાં આવી રહ્યાં છે. એટલે કે તેમને આગળ-પાછળ કરવામાં આવી રહ્યાં છે. કહેવાય છે કે, કેટલીક જગ્યાએ જ્યાંથી લોકોની અવર-જવર થવાની છે તેને ધ્યાનમાં રાખીને ખીલા ત્યાંથી ખસેડી બીજી જગ્યાએ લગાવવામાં આવશે.