રવિવારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પોર્ન વીડિયો બનાવીને વેબસાઈટ પર અપલોડ કરવાના કેસમાં કથિત ભૂમિકા બદલ આ કાર્યવાહીમાં અભિનેત્રી અને મોડલ ગનાહા વશિષ્ઠ(Gehana Vasisth)ની ધરપકડ કરી છે. શનિવારે મુંબઈ પોલીસની પ્રોપર્ટી સેલએ મોટી કાર્યવાહી કરી છે. તેણે પોતાની વેબસાઈટ પર પોર્ન વીડિયો શૂટ કરીને અપલોડ કર્યો હોવાનો ગંભીર આરોપ છે. હાલમાં તેની ધરપકડ કરવામાં આવી છે અને હવે તેની પૂછપરછ કરવામાં આવશે અને તેના વિરુદ્ધ એક્શન લેવામાં આવશે..
પોર્ન વીડિયો શૂટ કરવામાં અન્ય મોડલ, સાઈડ એક્ટ્રેસ અને અન્ય પ્રોડક્શન હાઉસની ભૂમિકા છએ કે કેમ તે અંગે પણ મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસના મતે આ રેકેટમાં અન્ય લોકો એડલ્ટ ફિલ્મને મોબાઈલ એપ અથવા વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવતા હોવાની આશંકા છે.

ગેહના વશિષ્ઠ એક સમયે મિસ એશિયા બિકીનીનો તાજ પણ જીતી ચુકી છે. તેણે હિન્દિ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે તેમજ કેટલીક જાહેરખબરોમાં પણ તે જોવા મળી હતી. સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ ગેહનાએ 87 જેટલાં પોર્ન વીડિયો શૂટ કરી તેને વેબસાઈટ પર અપલોડ કર્યા હતા. આ વીડિયો જોવા માટે સબ્સ્ક્રિપ્શન હોવું જરૂરી છે. આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરવા રૂ. 2,000 ચૂકવવા પડે છે.
કહેવામાં આવી રહ્યું છે કે તેને રવિવારે મુંબઈની એક અદાલતમાં હાજર કરવામાં આવશે, આ જાણકારી મુંબઈ પોલીસે આપી છે. પોલીસ અન્ય મોડેલ, સાઈડ એક્ટ્રેસ અને કેટલાક પ્રોડક્શનની ભાગીદારીનું ધ્યાન રાખી રહી છે. જેણે પણ આ રીતે વીડિયો શૂટ કરીને અપલોડ કર્યા હશે એવા બધા પર હાલમાં આરોપો નાખવામાં આવ્યા છે અને હવે તેની તપાસ કરવામાં આવશે.

મુંબઈમાં પોર્ન ફિલ્મો બનાવતા જૂથ પર પોલીસે ઘોંસ બોલાવતા પાંચ લોકોની ધરપકડ કરી હતી. બોલીવૂડમાં કામ કરવા ઈચ્છતા સ્ટ્રગલિંગ મોડેલ્સને વેબ સીરિઝમાં કામ આપવાની લાલચે તેમને પોર્ન ફિલ્મમાં ધકેલવામાં આવે છે. ત્યારબાદ આ લોકો આવી અશ્લીલ ફિલ્મોને સોશિયલ મીડિયા એપ્સ અને વેબસાઈટ પર અપલોડ કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલના એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી.
ધરપકડ કરાયેલા લોકોમાં મેલ એક્ટર, એક લાઈટ મેન અને એક મહિલા ફોટોગ્રાફર તેમજ ગ્રાફિક ડિઝાઈનર સામેલ છે. મલાડના માધ વિસ્તારમાં એક ઘરમાં દરોડા દરમિયાન આ લોકોની પોલ ખુલી હતી. મોબાઈલ ફોન અને કેમેરાની મદદથી પોર્ન ફિલ્મનું શુટિંગ કરવામાં આવતું હતું. એક મહિલાને આ જાળમાંથી પોલીસે છોડાવી હોવાનું જણાયું છે. આ પ્રકારે અશ્લિલ ફિલ્મો ઉતારીને બાદમાં તેને સોશિયલ મીડિયા એપ પર અપલોડ કરવામાં આવતી હતી. લોકોને આ એપને સબ્સ્ક્રાઈબ કરવા માટે નાણાં ચૂકવવા પડતા હતા.