ભાજપના મહિલા ઉમેદવાર બ્રિન્દાબહેન સુરતી બિનહરિફ વિજતા જાહેર થતા AMC ના પહેલા કોર્પોરેટર

નારણપુરા વોર્ડની ઓબીસી માટે અનામત બેઠક પર કોંગ્રેસે ચંદ્રિકાબેન રાવળને મેદાનમાં ઉતાર્યા હતા. તેમની સામે ભાજપે બ્રિન્દાબેન સુરતીને ટિકિટ આપી હતી. આમ આદમી પાર્ટીએ આ બેઠક પરથી પુષ્પાબેન નામમાં મહિલા ઉમેદવારને ટિકિટ આપી હતી ફોર્મ ચકાસણી દરમ્યાન આમ આદમી પાર્ટીના પુષ્પાબેનનું ફેર્મ રદ થઇ ગયું હતુ.

કોંગ્રેસનાં ઉમેદવાર ચંદ્રિકાબેન રાવળ ખસી જતાં નારણપુરા વોર્ડની ઓબીસી  માટે અનામત બેઠક પર ભાજપનાં મહિલા ઉમેદવાર બ્રિન્દા સુરતી બિનહરિફ વિજતા જાહેર  કરી દેવાયા છે. ભાજપના  મહિલા ઉમેદવાર બ્રિન્દાબહેન સુરતીને વિજેતા હોવાનું પ્રમાણપત્ર પણ આપી દેતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી બોડીનાં એ પહેલાં કોર્પોરેટર બન્યાં છે.

Leave a Reply

Translate »