ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડએ નિર્ણય લીધો કે જે નેતા ત્રણ ટર્મથી ચૂંટાતો હોય તેને આ વખતે મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં નહીં આવશે! સાથોસાથ 55 વર્ષથી ઉપરની વયનાને પણ ટિકિટ આપવામાં આવશે નહીં. 1 ફેબ્રુઆરીએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા એક વીડીયો જારી કરીને કરવામાં આવેલી જાહેરાતને કારણે આખા ભાજપમાં હડકંપ મચી ગયો છે. ઘણાં સીટીંગ કોર્પોરેટર્સે ખુરશી છોડવાનો વારો આવ્યો છે. ઘણાં એવા નેતા છે કે જે ચૂંટાઈને મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કમિટીના પદ પર સ્થાન જમાવે છે અને તેઓ સીધા એક સામાન્ય કાર્યકર બની જાય એમ છે. પરિણામે આજે આખો દિવસ ચૌરે અને ચૌટે આજ ચર્ચા હતી. જેટલા મોંઢા એટલી વાતો હતી. ઘણાં મેસેજ પણ ફરતા થયા છે. સવાલો પીઢ કાર્યકર્તાઓ તો ઉઠાવી જ રહ્યાં છે પણ એક સારા-પ્રજાભિમુખ નેતાની સાથે ચાલનારા સામાન્ય કાર્યકર્તાઓ પણ નાસીપાસ થવા સાથે અનેક વાતો કરી રહ્યાં છે. કેટલાક સામાન્યજન પણ સારા નેતા ગુમાવવા પડશે તેવા ભયથી જ પોતપોતાની રીતે કેમ્પેન ચલાવી રહ્યાં છે. સુરતમાં ડેપ્યુટી મેયર નિરવ શાહના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતરીને મોવડીમંડળને તેમના માટે નિયમ બદલવા અપીલ કરી રહ્યાં છે
લોકોનો સવાલ: શું મોવડીમંડળ પોતે અમલનું સોગંધનામુ જારી કરશે?
ઘણાં પૂછી રહ્યાં છે કે, શું મોવડી મંડળે જાહેર કરેલા નિર્ણયનો તેઓ પોતે પણ અમલ કરશે? શું દિલ્હીની ગાદીથી લઈ એટલે કે પીએમથી લઈ સીએમ સુધી અને ત્યાંથી લઈ ધારાસભ્યો, સાંસદો સુધી તેનો અમલ કરાવાશે?

કેટલાકે સુપ્રસિદ્ધ નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘નો રિપીટેશન’વાળી ફોર્મ્યુલાનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે, તેઓ ગુજરાત મુખ્યમંત્રી હતા ત્યારે આ ફોર્મ્યુલા લાવ્યા હતા પરંતુ સમય અને સંજોગને જોઈને તેમજ કેટલાક નેતાઓની પ્રચલિતતા તેમજ લોકચાહના જોતા તેમાં બદલાવ લાવ્યા હતા અને આજે આ જ ફેસઓફ બીજેપી જેવા બીજી હરોળના નેતાઓની મહામહેનતને કારણે તેઓ દિલ્હીની ગાદી પર બેઠા છે. આ પ્રકારનો ઉલ્લેખ કરી તેઓએ મોવડીમંડળને સારા-સાફ છબિવાળા અને લોકચહિતા નેતાઓ માટે આ નિર્ણય બદલવા અપીલ કરી હતી.
એક પોસ્ટ એવી પણ સામે આવી છે કે જેમાં લખાયું છે કે, મોવડીમંડળ પહેલા દાખલો બેસાડે અને તેઓ કાર્યકરો તેમજ પ્રજા સમક્ષ સોગંધનામું રજૂ કરે કે હવે તેઓ સહિતના ઉચ્ચ નેતાઓ ત્રણ ટર્મથી ઉપર ચૂંટણી નહીં લડે. ઘણાંએ આ મામલે પોતે નજર રાખશે અને ખરાં સમયે યાદ દેવડાવશે તેવો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ રીતની આંતરિક મુવમેન્ટ દરેક શહેરમાં ચાલી રહી છે. કોઈ ખુલીને સમર્થનમાં આવીને સોશ્યલ મીડીયા પર લખી રહ્યું છે તો કોઈ એકબીજા સમક્ષ ભડાસ કાઢી રહ્યું છે. આ મામલે કેટલાક મોસ્ટ સિનિયરોએ તો સમજીને જ સાઈડલાઈન કરીને ચૂંટણીલક્ષી બીજા કામો હાથ પર લઈ લીધા છે. જોકે,તેઓ ત્રણ ટર્મવાળા આવા ‘હઠાગ્રહ’ને દબી આવાજે સારો નથી માનતા એ વાત ચોક્કસ છે.
સુરતના ડેપ્યુટી મેયર નિરવ શાહના ફોટા સાથે રસ્તા પર ઉતર્યા મતદારો

સુરતની વાત કરીએ તો અહીં શહેરના ડેપ્યુટી મેયર નિરવ શાહ (વોર્ડ -11 જે પહેલા 10 હતો)ની ટિકિટ નહીં કાપવા માટે તેમના મત વિસ્તારના લોકો તેમના ફોટા સાથેના બેનર્સ સાથે રસ્તા પર ઉતર્યા હતા. અડાજણ રોડ, દિપા કોમ્પલેક્સ ખાતેના જૈન રહીશોએ માંગ કરી છે કે, નિરવ શાહ સર્વ સમાજ-ધર્મમાં આવકારિય પ્રતિભા છે અને શહેરહિતમાં તેઓએ ખૂબ જ કામ કર્યું છે. કોવિડ જેવી મહામારીમાં પણ તેઓ મોટું ભોજનાલય ચલાવીને અને પ્રાણીઓ માટે પણ અલગથી વ્યવસ્થા ગોઠવીને સેવાકીય કામ કર્યું છે. પાર્ટીના પણ સંનિષ્ઠ કાર્યકર છે ત્યારે તેઓને અપવાદરૂપ ત્રણ ટર્મવાળા નિયમમાંથી મોવડીમંડળ બાકાત રાખે અને આવા સારા નેતાને ટિકિટ ફાળવે તેવી અપીલ કરી હતી.
આ વિસ્તારના મુસ્લિમ સમાજે પણ સોશ્યલ મીડીયા પર અભિયાન ચલાવી તેઓને ટિકિટ મળે તેવી માંગ કરી છે.

શું કહે છે જાણકારાે
રાજકીય નિષ્ણાંતાે કહે છે કે, સીઆર પાટીલને પ્રદેશ અધ્યક્ષ બનાવાયા અને તેઆેએ આવતાની સાથે જ જે ફટકાબાજી શરૂ કરી તેના પરથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે તેઆે પુરાે પાવર લઈને આવ્યા છે અને તેઆે નવાજૂની કરશે. કેન્દ્રમાંથી તેઆે નક્કી થયા છે અને તેમને સાેંપાયેલી ગાઈડલાઈન મુજબ જ આગળ વધી રહ્યાં છે. સિનિયર પાેલિટીકલી જર્નાલિસ્ટ દિનેશ અનાજવાળાએ આ મામલે મીડીયા સમક્ષ પાેતાનાે મત રજૂ કરતા કહ્યું હતું કે, આ રાજકારણ છે અને કાેઈ પણ પાર્ટીની ભીતરમાં પણ રાજકારણ રમાતું હાેય છે તે કાેઈ નવી વાત નથી. હા. તેમાં ક્યારેક વધુ વિરાેધ થાય છે પરંતુ ભાજપની આજની સબળ-મજબૂત સ્થિતિ જાેતા કાેઈ પણ વિરાેધ લાંબાે ટકી શકે એવી સ્થિતિ નથી. ભૂતકાળમાં નરેન્દ્ર માેદીને જ્યારે ગુજરાતનુ સુકાન સાેંપાયું ત્યારે તેઆેએ નાે-રિપીટીશેન ફાેર્મ્યુલા લાવ્યા હતા અને બાદમાં 70 ઉપરનાને ફરજિયાત નિવૃત્તિવાળું લાવ્યા. પછીથી ઘણી બાબતાેમાં બાંધછાેડ થઈ પણ તે પાેતાની તરફેણની વ્યક્તિઆેમાં થઈ. બાકી કેશુબાપા, કાશીરામ રાણા વગેરે જેવા માટે પણ નિર્ણયાે લેવા પડ્યાં હતા. નવી પેઢીને, નવી ટીમને, પાેતની ટીમને સ્થાન આપી સ્થિતિ મજબૂત કરવી એ રાજકારણનાે જ ભાગ છે. એટલે ટીમ પાટીલ પણ તે દિશામાં જ ચાલી રહી છે અને આવનારા સમયમાં બધુ જ ઠીક થઈ જશે એવું દિનેશભાઈનું માનવું છે.
