પાંચ મહિનાની બાળકીને 22 કરોડનું ઈન્જેક્શન, લોકોએ 16 કરોડનું ભંડોળ ભેગું કર્યુ, પીએમઓ 6એ કરોડ ટેક્સ માફ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ મહિનાની મુંબઈની બાળકી તીરા કામત માટે અત્યંત મોંધી દવા પરનો જીએસટી માફ કરતા તેના માતા-પિતાએ રાહતના શ્વાસ લીધા હતા. મુંબઈમાં પાંચ મહિનાથી બાળકી એક દુર્લભ બીમારીથી પીડાઈ રહી છે. આ બાળકીની સારવારનો ખર્ચ સાંભળીને તમામ હેરાન થઈ ગયા છે. મુંબઈની સબઅર્બન હોસ્પિટલમાં બાળકી તીરા કામતની સારવાર ચાલી રહી છે, જ્યે તે વેન્ટિલેટર પર જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. તીરા કામત એસએમએ ટાઈપ 1 (SMA Type 1) એટલે કે સ્પાઈનલ એસ્ટ્રોફી નામની એક અત્યંત દુર્લભ બીમારી સામે ઝઝૂમી રહી છે. આ બીમારીમાંથી ઉગારવા તેને એક એવું ઈન્જેક્શન આપવું પડશે જેની કિંમત રૂ. 16 કરોડ છે.

પ્રાપ્ત વિગતો મુજબ બાળકીની સારવારમાં કારગર એવું આ ઈન્જેક્શન અમેરિકાથી આવશે. એક ઈન્જેક્શનની કિંમત 16 કરોડ રૂપિયા છે. તીરા કામતના માતા-પિતા એટલા સક્ષમ નથી કે તે આટલું મોંઘુ ઈન્જેક્શન ખરીદી શકે. આ માટે તેમણે ક્રાઉડ ફંડિંગનો સહારો લીધો છે. સોશિયલ મીડિયા પર પેજ બનાવીને તીરાના માતા-પિતાએ ક્રાઉડ ફંડિંગ દ્વારા 14 જાન્યુઆરી સુધી 10 કરોડ એકત્ર કર્યા છે. જો કે તે એક ઈન્જેક્શનની કિંમત કરતા ઓછી છે. બાળકીની સારવારમાં સૌથી મોટી વાત એ છે કે લગભગ 6.5 કરોડ ટેક્સ લાગુ થશે. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવિસની દરમિયાનગીરીથી મોદી સરકારે ઈન્જેક્શન પર લાગુ થતો ટેક્સ (23 ટકા આયાત ડ્યુટી અને 12 ટકા જીએસટી) માફ કર્યો છે, જે લગભગ 6.5 કરોડ થાય છે.  આ મામલો સામે આવ્યા બાદ ફડણવીસે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો અને અમેરિકાથી આયાત કરવામાં આવતા આ ઈન્જેક્શન પરના તમામ ટેક્સ હટાવવા અનુરોધ કર્યો હતો.

મોદી સરકારના પ્રોત્સાહક પગલાં અને લોકોની આર્થિક મદદથી બાળકી તીરાની સારવાર માટેના દરવાજા હવે ખુલ્યા છે. ટૂંક સમયમાં જ અમેરિકાથી ઈન્જેક્શન મંગાવવામાં આવશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ જીન થેરેપીનો ઉપયોગ કરીને બાળકીની સારવાર કરાશે. આ સર્જરી દ્વારા જ તેને તેના મૂળ જીન પરત મળશે જે તેના જન્મ વખતે ગાયબ હતા. બાળકીના પિતાના મતે જન્મ વખતે તીરા બિલકુલ સ્વસ્થ હતી, પણ ધીરે ધીરે તેની તબીયત લથડી હતી.

સ્પાઈનલ મ્સ્ક્યુલર એટ્રોફી ટાઈપ -1 એક દુર્લભ બીમારી છે. જે બાળક સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ટાઈપ-1થી પીડાઈ રહ્યા હોય, તેમને સ્નાયુ નબળા હોય છે, શરીરમાં પાણીની ઉણપ વર્તાય છે અને સ્તનપાન કરવામાં તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ બીમારીથી બાળક સંપૂર્ણ રીતે નિષ્ક્રીય થઈ જાય છે.

Leave a Reply

Translate »