કતારગામ કંતારેશ્વર મંદિર સામે સાંજ બાદ મુખ્ય રસ્તાની રોજ દુર્દશા થતી હોય છે. દુકાન, શાકવાળા લોકો ગંદકીના પોટલા વાહન પર આવી અહીં ફેંકી જાય છે. મહાપાલિકા જાહેરાતો કાર્યક્રમો થકી લોકોને માહિતગાર જાગૃતિ લાવવા પ્રયાસ કરે છે પરંતુ શહેરના ઘણા વિસ્તારોમાં આવી ઠેરઠેર કચરાના સામ્રાજ્ય જેવી સ્થિતિ થઈ જતી હોય પાલિકાની કામગીરી અપુરતી જ જણાઈ છે. હાલ સ્વચ્છતા સર્વેક્ષણ ચાલી રહ્યું છે તેમાં પાલિકાને સર્વેક્ષણના નૉમ્સ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. નહીં તો કપરા ચઢાણ આવી શકે છે.