બ્રિટનમાં ૬૬ વર્ષમાં પહેલી વાર -૨૩ ડિગ્રી તાપમાન , થેમ્સ નદી પણ ૬૦ વર્ષ પછી પહેલી વખત થીજી ગઇ , જુઓ તસવીરો

યુરોપમાં શિયાળો આકરો બની રહ્યો છે. યુનાઈટેડ કિંગડમને તેનો પરચો મળ્યો હતો. સ્કોટલેન્ડના એબર્ડીનશાયરમાં તાપમાન માઈનસ ૨૩ ડીગ્રી નોંધાયુ હતુ. યુ.કે.ના હવામાન વિભાગ પ્રમાણે છેલ્લા ૨૫ વર્ષની આ સૌથી ઠંડી રાત હતી.

photo credti : outlookindia

આ પહેલા ૧૯૯૫ની ૩૦મી ડિસેમ્બરે -૨૦ ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. એ ઉપરાંત પણ ઘણા સ્થળોએ સૌથી ઓછા તાપમાનના વિક્રમો નોધાયા હતા. લંડન વચ્ચેથી પસાર થતી થેમ્સ નદી પણ ૬૦ વર્ષ પછી પહેલી વખત થીજી ગઈ હતી.

ઠંડીને કારણે વાતાવરણ સુક્કું-ડ્રાય થયું છે. ડ્રાય વાતાવરણ જંગલની આગ-દાવાનળ લગાવવા માટે કારણભૂત બને છે એ વૈજ્ઞાાનિક સત્ય છે. સ્કોટલેન્ડના ૩ વન વિસ્તારોમાં દાવાનળ સળગ્યાના બનાવો નોંધાયા છે. ફાયર અને રેસ્ક્યુ સર્વિસ આગ બુઝાવવા માટે કામે લાગેલી છે.

Leave a Reply

Translate »