દેશની ન્યાય વ્યવસ્થા પર વારંવાર આંગળી ઉઠાવવામાં આવી છે, ન્યાય મેળવવા માટે વારંવાર કોર્ટના દાદરા ચઢવા પડતા હોય છે. દેશના પૂર્વ ન્યાયર્મૂત રંજન ગોગોઈઍ પણ આ વાત પર મોહર મારી છે, તેમણે કહ્નાં કે છે આપણી ન્યાય વ્યવસ્થા ઘણી ભારરુપ છે અને જૂની છે, જેના કારણે સમય પર ન્યાય આપવામાં સફળતા મળતી નથી. રાજ્યસભાના સાંસદ બની ચુકેલા ગોગોઈ કહ્નાં કે ન્યાય પ્રણાલી ઍ રીતે જર્જરીત થઈ ગઈ છે કે લોકો કોર્ટ જતા પસ્તાય છે. તેમણે ઍ પણ કહ્નાં કે હવે કોર્ટ સામાન્ય લોકોની પહોંચની બહાર થઈ રહી છે અને માત્ર પૈસાવાળા અને કોર્પોરેટ વર્લ્ડના લોકો જ કોર્ટની સીડીઓ ચઢવા માગે છે. તેમણે કોર્ટના સભ્યને સ્થિતિ બદલવા માટે પગલું ભરવાની અપીલ કરીને કહ્નાં કે હાલની વ્યવસ્થા ઘણી રીતે કામ નથી આવી, માટે જજની નિમણૂક અને તેમની ટ્રેનિંગમાં તાત્કાલિક બદલાવ લાવવાની જરુર છે. જસ્ટિસ ગોગોઈઍ જજાની નિમણૂકમાં લેટ-લતીફીને પણ આ સમસ્યાનું કારણ ગણાવ્યું છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે લોકોને વારંવાર નિશાન બનાવવામાં આવી રહ્ના છે અને વિવિધ આરોપ લગાવવામાં આવે છે, શું તેમની સામે તેઓ કેસ દાખલ કરશે, જેના જવાબમાં જસ્ટિસ ગોગોઈઍ કહ્નાં, જા તમે કોર્ટ જાવ તો ઍ જ થશે કે આ બાબતો પર કોર્ટમાં પણ મુદ્દો બનશે, નહીં કે ન્યાય મળશે. ગોગોઈઍ આ મુદ્દા પર આગળ કહ્નાં કે, ’’મને ઍવું કહેવામાં કોઈ ખચકાટ નથી કે કોર્ટ કોણ જાય છે. તમે કોર્ટમાં જશો તો પસ્તાવો થશે. તમે કોર્પોરેટ વર્લ્ડથી છો તો ઍક તક શોધવા માટે કોર્ટ જાવ છો. જા જીતી ગયા તો કરોડો રુપિયા આવી જશે. જસ્ટિસ ગોગોઈઍ કહ્નાં, અમે પાંચ લાખ કરોડ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવા માગીઍ છીઍ પરંતુ આપણી પાસે જર્જરીત ન્યાય વ્યવસ્થા છે.. ૨૦૨૦માં જ્યારે ન્યાય વ્યવસ્થા સહિત દરેક સંગઠનનું કામકાજ બિલકુલ મંગ પડી ગયું તો નીચલી કોર્ટમાં ૬૦ લાખ જ્યારે અલગ-અલગ કોર્ટ્સમાં લગભગ ૩ લાખ જ્યારે સુપ્રિમ કોર્ટમાં લગભગ ૬થી૭ હજાર નવા કેસ આવી ગયા. સમય આવી ગયો છે કે આપણે ઍક રોડમેપ બનાવીઍ. ન્યાયપાલિકા પ્રભાવી રીતે કામ કરે, તેના માટે જે જરુરી છે તે થઈ નથી રહ્નાં. રાજ્યસભા સાંસદે નવી વિકસિત થઈ રહેલી પ્રવૃત્તિઓ પર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્નાં છે કે આજના તાકતવાળા અને બૂમો પાડનારા લોકો જજા સહિત અન્યની છબી ખરાબ કરવામાં જાડાયેલા છે. તેમણે કહ્નાં કે દુર્ભાગ્યથી કેટલા જજ નિશાન બન્યા બાદ તૂટી જાય છે. તેમણે ખેડૂત આંદોલન અને નાગરિકતા સુધારા કાયદાના વિરોધ આંદોલન પર સવાલોના જવાબમાં તેમણે કહ્નાં કે, કેટલાક રાજ્યકીય કાયદાકીય સમાધાન કરવા પડશે અને કોર્ટે પણ આ મુદ્દાને જાવો પડશે.