એમ એસ ધોની – ધ અનટોલ્ડ સ્ટોરી અને કેસી જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા સંદીપ નાહરે મુંબઈ સ્થિત ઘરે કથિત રીતે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પોલીસના મતે એક્ટર સંદીપ નાહરે મુંબઈના કોરેગાઁવમાં પોતાના ઘરે આત્મહત્યા કરી હતી.
મુંબઈ પોલીસના મતે એક્ટર અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને તેને લઈને જ સંદીપે ફેસબુક પર પોસ્ટમાં આત્મહત્યાના વાત કરી હતી તેમજ વીડિયો મેસેજ પણ અપલોડ કર્યો હતો. સાયબર પોલીસને વાયરલ મેસેજ અંગે જાણ થઈ ત્યારે તાત્કાલિક ફેસબુકનો સંપર્ક કરી સંદીપ સુધી પહોંચવા પ્રયાસ કર્યો હતો પરંતુ સંદીપે ત્યાં સુધીમાં આત્મહત્યા કરી લીધી હતી. ગોરેગાઁવ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
એક પોલીસ અધિકારીએ નામ નહીં જણાવવાની શરત જણાવ્યું કે અક્ષય કુમારની કેસરી અને સ્વર્ગસ્ત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની એમ એસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલા અભિનેતાનો મૃતદેહ ગોરેગાંવ સ્થિત પોતાના ફ્લેટમાંથી મળ્યો હતો. પત્ની કંચન અને તેના મિત્રો એસવીઆર હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે જણાવ્યું કે ફરજ પરના ડોક્ટરોએ સંદીપને મૃત જાહેર કર્યો હતો. મોતનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.