ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં ઍક સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે જે પોતાની સાથે ભગવદ ગીતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો અને તેમનું નામ લઈને અંતરિક્ષમાં જશે. આ નેનો સેટેલાઈટનું નામ ભારતના અંતરિક્ષ કાર્યક્રમને આકાર આપનારા મહાન વ્યક્તિત્વ સતીશ ધવનના નામ પરથી છે.
ખાનગી ક્ષેત્રનું આ પહેલું ઉપગ્રહ હશે જે બીજા અંતરિક્ષ મિશનની માફક ભગવદ ગીતા, વડાપ્રધાન મોદીનો ફોટો અને અન્ય ૨૫,૦૦૦ લોકોના નામોને લઈને અંતરિક્ષમાં જશે. આ નેનો સેટેલાઈટને પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવશે.
સ્પેસકિડ્સ ઈન્ડિયા તરફથી આ નેનો સેટેલાઈટને વિકસિત કરવામાં આવી રહ્નાં છે. આ ઍક ઍવી સંસ્થા છે જે વિદ્યાર્થીઓ વચ્ચે અંતરિક્ષ વિજ્ઞાનને પ્રોત્સાહન આપે છે અને તેને મહાન વૈજ્ઞાનિક સતીશ ધવન દ્વારા બનાવવામાં આવી હતી. આ સેટેલાઈટ અન્ય ૩ પેલોડ્સને પણ પોતાના સાથે લઈ જશે. આ ૩ પેલોડ્સ પૈકીનું ઍક અંતરિક્ષ વિકિરણ, મેગ્નેટોસ્ફીયરનું અધ્યયન અને ઍક ઓછી વીજ પહોળાઈના ક્ષેત્રમાં સંચાર નેટવર્કનું પ્રદર્શન કરશે. સ્પેસકિડ્સ ઈન્ડિયાના સંસ્થાપક અને સીઈઓ ડૉ. કેસનના કહેવા પ્રમાણે આ અંતરિક્ષમાં તૈનાત થનારૂં તેમનું પહેલું સેટેલાઈટ હશે જેને લઈ તેઓ ખૂબ જ ઉત્સાહિત છે.
અંતરિક્ષમાં જે ૨૫,૦૦૦ લોકોના નામ મોકલવામાં આવશે તેમાં ૧,૦૦૦ નામ ભારતની બહારના લોકોના પણ છે અને જે લોકોના નામ મોકલવામાં આવશે તેમને બો*ડગ પાસ આપવામાં આવશે.