અનલોક 10માં 10.47 લાખનો દંડ વસુલાયો, રાત્રિ કર્ફ્યુમાં મહિલા કોલેજ અંડરબ્રિજ અને કેસરી હિન્દ પુલ જ ખુલ્લો રહેશે

  • અનલોક 10 દરમિયાન જાહેરનામા ભંગના કુલ 1186 કેસ કરવામાં આવ્યા
  • 976 વાહન ડિટેઇન કરવામાં આવ્યા, સોશિયલ ડિસ્ટન્સ ભંગના 104 કેસ

કોરોના વાયરસ ભારતમા ફેલાતો અટકે તે માટે સરકાર દ્વારા તારીખ 1 માર્ચથી 31 માર્ચ સુધી અનલોક-10 જાહેર કરવામાં આવ્યું હતું. જે અનલોક-10 સમય દરમિયાન સરકાર દ્વારા કેટલીક છુટછાટ આપવામાં આવી હતી. જે નિયમો મુજબ છૂટછાટ આપી હોય જેથી લોકો પોતાના જાહેર જીવનમા બેદરકારી દાખવે નહીં અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમોનુ ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ પોલીસે અનલોક 10 દરમિયાન 10.47 લાખનો દંડ વસુલ્યો છે. તેમજ અનલોક 11માં પોલીસ કમિશનર દ્વારા શહેરના મહિલા કોલેજ અંડરબ્રિજ અને કેસરી હિન્દ પુલ, બાદ કરતાં તમામ અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

રાજકોટ શહેર પોલીસ દ્વારા અનલોક-10 દરમિયાન કરેલી કામગીરી
– જાહેરનામા ભંગના કુલ 1186 કેસ કરવામાં આવ્યા
– સોશિયલ ડિસ્ટન્સ ભંગના 104 કેસ કરવામાં આવ્યા
– 976 વાહન ડિટેઇન કરવામાં આવ્યા
– જાહરેમા માસ્ક નહીં પહેરવા બાબતે 871 વ્યક્તિ પાસેથી 8,71,000 દંડ વસુલવામાં આવ્યો
– જાહરેમા થુંકવા બાબતે 354 વ્યક્તિ પાસેથી 1,76,500 દંડ વસુલવામાં આવ્યો

અનલોક-11 અંગે જાહેરનામું
કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવવા માટે સરકાર દ્વારા અનલોક-11 તારીખ 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. અનલોક-11માં રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ મુજબ જાહરેમા માસ્ક ન પહરેવા બદલ રૂપિયા 1000 દંડ તથા જાહેરમાં થુંકવા બદલ રૂપિયા 500 દંડને પાત્ર જાહેર કર્યા છે.

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રાત્રિ કર્ફ્યુને લઇને જાહેરનામું બહાર પાડ્યું.

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રાત્રિ કર્ફ્યુને લઇને જાહેરનામું બહાર પાડ્યું.

1 એપ્રિલથી 15 એપ્રિલ સુધી રાત્રિ કર્ફ્યુ જાહેર
આ સાથે રાજ્ય સરકાર દ્વારા 1 એપ્રિલથી 15 એપ્રિલ સુધી રાત્રિ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. જેનો સમય રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહેશે. રાત્રિ કર્ફ્યુ દરમિયાન પોલીસ દ્વારા કડક અમલવારી કરાવવામાં આવશે. જેમાં ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરી રાત્રિ કર્ફ્યુની કડક અને ચુસ્તપણે અમલવારી કરાવવામાં આવશે. આ માટે પોલીસ કમિશનર દ્વારા રાજકોટના મહિલા કોલેજ અંડરબ્રિજ અને કેસરી હિન્દ પુલ, બાદ કરતાં તમામ અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

રાજકોટમાં બુધવારે 11215 લોકોએ કોરોના વેક્સિન લીધી
રાજકોટ શહેરમાં બુધવારના રોજ સરકારી અને ખાનગી હોસ્પિટલો ખાતે કોરોના સામેની રસીકરણમાં સાંજ સુધીમાં પ્રથમ તબક્કો, પ્રથમ તબક્કાના બીજા ડોઝ, 60 વર્ષથી મોટી ઉંમરના અને 45થી 59 વર્ષના કોમોર્બીડ ધરાવતા લોકો સહિત કુલ 11215 નાગરિકોએ રસી લીધી હતી.

Leave a Reply

Translate »