ચાર ધારાસભ્યના રાજીનામાથી પુંડુચેરીમાં કોંગેસની સરકાર સંકટમાં

આગામી વિધાનસભા ચૂંટણીને મુદ્દે રાહુલ ગાંધીના પ્રવાસના માત્ર ઍક દિવસ પહેલા જ પુડુચેરી કોંગ્રેસ સરકાર સંકટમાં આવી પડી છે. અહીં ચાર ધારાસભ્યો દ્વારા રાજીનામા આપવા અને ઍક ધારાસભ્યને અયોગ્ય જાહેર કરાતા પાર્ટીઍ બહુમતી ગુમાવી દીધી હતી. ખાસ મુદ્દો ઍ હતો કે બુધવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચૂંટણી રણનીતિ પર ચર્ચા કરવા માટે પુડુચેરીની મુલાકાતે આવી રહ્ના છે, પરંતુ ઍ પહેલા જ કોંગ્રેસ નેતાઓ દ્વારા પાર્ટી છોડવાની વાતનો ખુલાસો થયો હતો. જાકે પુડુચેરીમાં વિતેલા દિવસોમાં કોંગ્રેસના ધારાસભ્યો ઍક પછી ઍક રાજીનામા આપી રહ્ના હતા, ઍમાં કેટલાકે તો ટ્વીટર થકી રાજીનામુ આપ્યું હોવાનો ખુલાસો કર્યો હતો.
રાજ્યમાં ૨૦૧૬માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ૧૫ સીટો પર જીત મળી હતી. અહીં કુલ ૩૦ વિધાનસભા સીટો છે. કોંગ્રેસ સરકારને ડીઍમકેના ૩ અને ઍક નિષ્પક્ષ ધારાસભ્યનું સમર્થન મળેલ હતું. આ દરમિયાન પુડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસ્વામીઍ ગવર્નર પર કામ ન કરવાના આરોપ લગાવતા રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે ગવર્નર કિરણ બેદી સામે મેમોરેન્ડમ સોંપ્યુ હતું. તેમણે વડાપ્રધાન મોદી અને કિરણ બેદી પર પુડૂચેરીનો દરજ્જા બદલવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે તે કેન્દ્રશાસિત પ્રદેશને તમિલનાડૂમાં સામેલ કરવા ઇચ્છે છે.

Leave a Reply

Translate »