નેતાજીની જયંતિએ દીદીનો ભાજપને ટોણો, આઝાદ હિંદ ફૌજમાં દરેક ધર્મના લોકો હતા, વિચાર તમામને એકજૂથ રાખવાનો હતો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સુભાષચંદ્ર બોઝની 125મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપવા માટે એક રેલી કાઢી હતી. શ્યામ બજારમાં TMC કાર્યકર્તાઓ સહિત અન્ય લોકોએ શંખનાદના ધ્વનિ સાથે રોડ શોની શરૂઆત કરી હતી. મમતા બેનર્જીએ રેલીમાં કહ્યું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક સમુદાયના લોકો હતા. તેઓના વિચાર ભારતને સંગઠિત રાખવાના હતા, ભાગલા પાડવાના ન હતા. અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. ભાજપ લોકોના ભાગલા ઈચ્છે છે. મારી લડાઈ દેશ માટે છે.

23 તારીખને કેમ જાહેર રજા જાહેર ન કરાઈ?

મમતાએ કહ્યું કે, કેન્દ્ર સરકારે હજુ સુધી 23 જાન્યુઆરીને રજા તરીકે જાહેર કરી નથી. હું માગ કરું છું કે તેને તરત કરવામાં આવે. આ ઉપરાંત મમતાએ કહ્યું કે નેતાજીના જન્મદિવસની તારીખ જ ખબર છે પણ હજુ સુધી એ ખબર પડી નથી કે અંતમાં તેમની સાથે શું થયું. અમને પૂરો વિશ્વાસ છે કે તેઓની લડાઈને કારણે તેઓને હટાવવામાં આવ્યા છે. આજે આપણે જોઈ રહ્યા છે કે યોજના આયોગને હટાવી દેવામાં આવી છે. જ્યારે યોજના આયોગ સુભાષચંદ્ર બોઝનો આઈડિયા હતો.

કોલકાતા પોર્ટનું નામ શ્યામા પ્રસાદ મુરર્જી કેમ રાખ્યું?

મમતા બેનર્જીએ કોલકાતા પોર્ટનું નામ શ્યામા પ્રસાદ મુખર્જીના નામ પર રાખવાને લઈને બીજેપી પર નિશાન સાધ્યું છે. મમતાએ કહ્યું કે, આઝાદ હિંદ સ્મારક બનાવવાનું એલાન કર્યું અને કહ્યું કે આઝાદ હિંદ સ્મારક કેમ ન બનવું જોઈએ. કેન્દ્ર સરકાર તો વિસ્ટા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.

દેશમાં ચાર રોટેટ રાજધાની હોવી જોઈએ – ભારતમાં ચાર રોટેટિંગ રાજધાનીઓ હોવી જોઈએ. અંગ્રેજોએ કોલકાતામાં રહેતાં સમગ્ર દેશમાં રાજ કર્યું હતું. દેશમાં ફક્ત એક જ રાજધાની કેમ હોય?

Leave a Reply

Translate »