(video)અનાજ આવ્યું છે અને તમે ખાધું છે એટલે ઋણ ચૂકવવાનો સમય હવે તમારો છે: ધારાસભ્યનો ઉદ્ધત જવાબ

ગુજરાતમાં આગામી 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વધુ પ્રજાના સવાલ પર ભડકી ઉઠેલા ભાજપના એક ધારાસભ્યનો વીડિયો વાયરલ થયો છે.

રિપોર્ટ મુજબ ચૂંટણી પ્રચાર દરમિયાન સંખેડાના ધારાસભ્ય અભેસિંગ તડવી ઉગ્ર થઈ ગયા હતા. ગામ સંપર્ક દરમિયાન એક મતદાતાએ આવાસ અંગોના સવાલ પૂછતાં તેઓએ ઉગ્ર થઈ સવાલ કરનારને તગેડી મૂક્યો હતો. તેઓ વીડીયોમાં કહેતા જણાઈ રહ્યાં છે કે, ‘ અનાજ આવ્યું છે અને તમે ખાધું છે એટલે ઋણ ચૂકવવાનો સમય હવે તમારો છે મત નહિ મળે તો મને ફેર પડવાનો નથી. ધારાસભ્યની ગ્રાંટમાં રૂપિયા આપ્યા છે ને પૂછો સરપંચને. ’

નસવાડી તાલુકાના હરિપુરા ગામની ઘટના હોવાનું જાણવા મળ્યું છે. સવાલ કરનાર યુવકે ત્યાંથી ઊભા થઈને ચાલ્યા જવું પડ્યું હતું તેઓ એટલી ઉગ્રતાથી તેને ખંખેરી રહ્યાં હતા.

Leave a Reply

Translate »