રોટરી ક્લબ ઓફ સુરત ડીસ્ટ્રીકટ 3060ની સર્વશ્રેષ્ઠ ક્લબ ને નિખિલ મદ્રાસી સર્વશ્રેષ્ઠ પ્રમુખ ઘોષિત

ઉમરગામથી નડિયાદ, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના કેટલાક ચોક્કસ ભાગોને સમાવતા રોટરી ડીસ્ટ્રીકટ 3060ની 104 ક્લબોમાંથી 60 થી 90 સભ્યોની કેટેગરીમાં સુરતની 84 વર્ષ જુની સંસ્થા રોટરી ક્લબ ઓફ સુરતને વર્ષ 2019-20ની કોરોના સહિતની સર્વશ્રેષ્ઠ સામાજિક સેવા માટે સર્વશ્રેષ્ઠ ક્લબ બરોડા ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં ઘોષિત કરવામાં આવી હતી અને તે વર્ષના પ્રમુખ રોટેરિયન નિખિલ મદ્રાસીને આ કેટેગરીના સર્વશ્રેષ્ઠ પ્રમુખ તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા.

વર્ષ 2019-20ના ડીસ્ટ્રીકટ ગવર્નર રોટેરિયન અનીશ શાહ અને ફર્સ્ટ લેડી સ્વાતિબેન શાહના નેતૃત્વ હેઠળ ગત વર્ષે ગોવા ખાતે આયોજિત કોન્ફરન્સમાં સૌથી વધારે રજીસ્ટ્રેશન માટેનો પ્લેટિનમ એવોર્ડ, કોરોનાની વિશિષ્ટ કામગીરી અને સમગ્ર વર્ષ દરમ્યાન હાથ ધરવામાં આવેલ નોટબૂક, સ્વેટર, આઈ કેમ્પસ, મેડીકલ કેમ્પસ વગેરેની કામગીરીને લક્ષમાં રાખીને બેસ્ટ સર્વિસ પ્રોજેક્ટ ક્લબનો પ્લેટિનમ એવોર્ડ, રોટરીની પ્રવૃત્તિને સમાજના દરેક અંગ સુધી પહોંચાડવા માટેનો બેસ્ટ પબ્લિક ઈમેજનો પ્લેટિનમ એવોર્ડ, શાળા છોડીને ગયેલા બાળકોને ફરી પાછા ભણાવવા માટેના આશા કિરણ પ્રોજેક્ટ માટેનો સિલ્વર એવોર્ડ, સભ્યપદ વૃદ્ધિ માટેનો સિલ્વર એવોર્ડ, વર્ષ 2019-20નો રોટરી સાઈટેશનનો પ્લેટિનમ એવોર્ડ, રોટરી કોમ્યુનીટી કોપ્સની બહુવિધ પ્રવૃત્તિ માટેનો એવોર્ડ ઓફ એકસેલન્સનો એવોર્ડ, પ્રેસિડેન્ટ ઈલેક્ટસ મીટનો એપ્રિસિએશન એવોર્ડ આમ કુલ 8 અને રોટરી ક્લબ ઓફ સુરતના અન્ય સભ્યોને 10 આમ કુલ 18 એવોર્ડ પ્રાપ્ત કરીને સુરતનું ગૌરવ વધાર્યું હતું.

આ એવોર્ડ સમારોહમાં રોટરી ક્લબ ઓફ સુરતના વર્તમાન પ્રમુખ ડૉ. અજય મહાજન, વર્તમાન મંત્રી તેજસ ગાંધી અને વર્ષ ૨૦૧૯-૨૦ના મંત્રી સંદિપ નાણાવટી પણ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ઇન્ટરનેશનલના ડિરેક્ટર કમલ સંઘવી અને ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ ડિરેક્ટર મનોજ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ એવોર્ડ સમારોહમાં વર્તમાન ગવર્નર પ્રશાંતભાઈ જાની, ડીસ્ટ્રીકટ ગવર્નર ઈલેક્ટ સંતોષ પ્રધાન, ડીસ્ટ્રીકટ ગવર્નર નોમિની શ્રીકાંત ઇન્દાની, ડીસ્ટ્રીકટ ગવર્નર નોમિની ડેઝીગ્નેટેડ નિહીર દવે, ભૂતપૂર્વ ડીસ્ટ્રીકટ ગવર્નરો આશિષ અજમેરા, પરાગ શેઠ, અશોક કાપડિયા, દેવાંગ ઠાકોર અને નીલાક્ષ મુફ્તી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Translate »