- પૂર્ણા તિથિ હોવાથી દરેક પૂર્ણિમાએ કરવામાં આવેલાં કામમાં સફળતા મળે છે, આ તિથિએ દાન કરવાથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે
પૂર્ણિમા સુદ પક્ષની 15મી તિથિ હોય છે. એટલે સુદ પક્ષનો છેલ્લો દિવસ. આ દિવસ ચંદ્ર પૂર્ણ હોય છે અને 16 કળાઓ ધરાવે છે. આ તિથિને ધર્મગ્રંથોમાં પર્વ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. તીર્થ કે પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલાં દાન અને ઉપવાસથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે.
ફાગણ પૂર્ણિમાઃ વસંતોત્સવ પર્વઃ-
ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિ વસંત ઋતુ દરમિયાન આવે છે. એટલે તેને વસંતોત્સવ પણ કહેવામાં આવે છે. આ દિવસે હોળિકા દહન કરવામાં આવે છે. થોડી પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે સમુદ્ર મંથન દ્વારા લક્ષ્મીજી પ્રકટ થયાં હતાં. એટલે દેશના થોડા વિસ્તારમાં લક્ષ્મીજીની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે.
દરેક મહિનાની પૂર્ણિમાએ એક સમયે ભોજન કરવામાં આવે છે અને ચંદ્ર કે ભગવાન સત્યનારાયણનું વ્રત કરો તો દરેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે
જ્યોતિષમાં પૂર્ણિમાનું મહત્ત્વઃ-
સૂર્યથી ચંદ્રનું અંતર જ્યારે 169 થી 180સૂર્યથી ચંદ્રનું અંતર જ્યારે 169 થી 180 સુધીનું હોય છે, ત્યારે પૂર્ણિમા તિથિ હોય છે. તેના સ્વામી સ્વયં ચંદ્રદેવ જ છે. પૂર્ણિમા કાળમાં સૂર્ય અને ચંદ્ર એકદમ સામ-સામે હોય છે. એટલે આ બંને ગ્રહોની સ્થિતિથી સમસપ્તક યોગ બને છે. પૂર્ણિમાનું વિશેષ નામ સૌમ્યા છે. આ પૂર્ણા તિથિ છે. એટલે પૂર્ણિમાએ કરવામાં આવતાં શુભ કામનું પૂર્ણ ફળ મળે છે. જ્યોતિષ ગ્રંથોમાં પૂર્ણિમા તિથિની દિશા વાયવ્ય જણાવવામાં આવી છે.
દર મહિનાની પૂર્ણિમાએ ખાસ પર્વઃ-
દર મહિનાની પૂર્ણિમાએ કોઇને કોઇ પર્વ જરૂર ઊજવવામાં આવે છે. આ દિવસનું ભારતીય જનજીવનમાં વધારે મહત્ત્વ છે. દરેક મહિનાની પૂર્ણિમાએ એક સમયે ભોજન કરવામાં આવે છે અને ચંદ્ર કે ભગવાન સત્યનારાયણનું વ્રત કરો તો દરેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. સાથે જ સમૃદ્ધિ અને પદ-પ્રતિષ્ઠા પણ મળે છે.
1. ચૈત્ર પૂનમઃ- આ દિવસે ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં હનુમાન જયંતી ઊજવવામાં આવે છે.
2. વૈશાખ પૂનમઃ- આ દિવસે બુદ્ધ પૂર્ણિમા ઊજવવામાં આવે છે.
3. જેઠ પૂનમઃ- આ દિવસે અખંડ સૌભાગ્યની કામનાથી વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે.
4. અષાઢ પૂનમઃ- આ દિવસે ગુરુ પુર્ણિમા પર્વ હોય છે. સાથે જ કબીરદાસ જયંતી પણ ઊજવવામાં આવે છે.
5. શ્રાવણ પૂનમઃ- આ દિવસે રક્ષાબંધન પર્વ ઊજવવામાં આવે છે.
6. ભાદરવા પૂનમઃ– અખંડ સૌભાગ્યની કામના સાથે ઉમા મહેશ્વર વ્રત કરવામાં આવે છે.
7. આશો પૂનમઃ- આ દિવસે શરદ પર્વ ઊજવવામાં આવે છે. સાથે જ, કોજાગર વ્રત પણ કરવામાં આવે છે.
8. કારતક પૂનમઃ- આ દિવસને દેવ દિવાળી કહેવામાં આવે છે અને ગુરુ નાનક જયંતી પર્વ ઊજવવામાં આવે છે.
9. માગશર પૂનમઃ- આ દિવસે શ્રી દત્તાત્રેય જયંતી પર્વ ઊજવવામાં આવે છે.
10. પોષ પૂનમઃ- આ દિવસે શાકંભરી જયંતી ઊજવવામાં આવે છે. આ દિવસે પ્રયાગમાં ત્રિવેણી સંગમમાં સ્નાન અને દાન માટે પણ દિવસ ખાસ છે.
11. માઘ પૂનમઃ- તેને માઘી પૂનમ પણ કહેવાય છે. આ દિવસે સંત રવિદાસ, શ્રી લલિતા અને ભૈરવ જયંતી ઊજવવામાં આવે છે. આ દિવસે પણ સંગમમાં સ્નાન કરવાનું મહત્ત્વ છે.
12. ફાગણ પૂનમઃ- આ દિવસે હોલિકા દહન પર્વ ઊજવવામાં આવે છે.
Source : Bhaskar