ગાંધીનગરમાં થશે દિપીકા પાદુકોણ, સારાઅલી સહિતના સેલેબના ગેઝેટનું ફોરેન્સિક

મહારાષ્ટ્ર  નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ ગુજરાતના ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સીસ સર્વિસીસ, ગાંધીનગરમાં બોલિવુડ સ્ટાર્સના 85 ગેઝેટ્સ ફોરેન્સિક અર્થે મોકલ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફોરેન્સિક લેબ પર જે મોબાઈલ મોકલાયા છે તેમાં રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શૌવિક, સારા અલી ખાન, અર્જુન રામપાલ, શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ અને તેમની સાથે સંકળાયેલા લોકોના છે.

રિપોર્ટ મુજબ છેલ્લા 45 દિવસમાં મોકલાયેલા ગેઝેટ્સમાં 30 મોબાઈલ ફોનનો ડેટા કાઢ્યા બાદ NCBને પરત મોકલી દેવામાં આવ્યા છે. કાઢવામાં આવેલા ડેટામાં ડિલીટ કરાયેલ વોઇસ ક્લિપ્સ, વીડિયો ક્લિપ્સ અને ચેટ મેસેજીસ અને મોબાઇલ નંબર્સ પણ સામેલ છે. NCB ફોરેન્સિક લેબમાં મુંબઇથી જપ્ત કરાયેલા ડ્રગ્સના સેમ્પલ્સ પણ તપાસ માટે મોકલી રહ્યું છે. આ ડ્રગ્સના સેમ્પલની તપાસ કરીને રિપોર્ટ લેવામાં આવી રહ્યો છે જેથી કરીને તેઓ ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા સપ્લાયર્સ અને ખરીદદારો સુધી પહોંચી શકે. અત્યાર સુધીમાં ફોરેન્સિક લેબને 25 ડ્રગ્સના સેમ્પલ મોકલાઇ ચૂકયા છે.  NCB એ ગાંધીનગરની લેબને કહ્યું છે કે એકબીજાને મોકલેલા મેસેજીસ અને કરવામાં આવેલા કોલ વચ્ચે એક લિંક સ્થાપિત કરો જેથી કરીને ડ્રગ્સનો ઉપયોગ કરનાર આખી ચેઈન ઓપન કરી શકાય. ઘણાં ડેટા સિક્યોર રીતે ડિલીટ કરાયા છે અને તેને શોધવા ઈઝરાયેલથી વિશેષ સોફ્ટવેર મંગાવાયુું હોવાના મીડીયો રિપોર્ટ છે.

Leave a Reply

Translate »