સિંગાપોર:વૈજ્ઞાનિકોએ ફણસ જેવા ફળમાંથી બનાવી એન્ટિબેક્ટેરિયલ જેલ બેન્ડેજ, તેનાથી ઝડપથી ઘા મટી જાય છે

  • બેન્ડેજને લગાવતા જ બેક્ટેરિયલ ઈન્ફેક્શન, નાની મોટી ઈજા, ઘા ઝડપથી મટી જાય છે
  • જે ફળનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને દક્ષિણપૂર્વ એશિયમાં ‘ફળોનો રાજા’ કહેવામાં આવે છે

સિંગાપોરના વૈજ્ઞાનિકોએ ફણસ (જેકફ્રૂટ) જેવા દેખાતા ફળમાંથી એન્ટિબેક્ટેરિયલ જેલ બેન્ડેજ બનાવી છે. આ બેન્ડેજને લગાવતા જ બેક્ટેરિયલ ઈન્ફેક્શન, નાની મોટી ઈજા, ઘા ઝડપથી મટી જાય છે. જે ફળનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને દક્ષિણપૂર્વ એશિયમાં ‘ફળોનો રાજા’ કહેવામાં આવે છે. તેને ડ્યુરિયન હસ્ક કહેવામાં આવે છે. બહારથી તેમાંથી દુર્ગંધ આવે છે પરંતુ ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે.

ડ્યુરિયન હસ્ક દેખાવમાં ફણસ જેવું દેખાય છે
ડ્યુરિયન હસ્ક દેખાવમાં બહારથી એકદમ ફણસ જેવું લાગે છે. સિંગાપોરમાં નાનયાંગ ટેક્નોલોજી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આ ફળની કાંટાવાળી છાલને કચરો સમજીને ફેંકી દેવામાં આવે છે. અંદરનો ભાગ અને બી ખાવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ જેલ બનાવવા માટે છાલનો પણ ઉપયોગ કર્યો.

વૈજ્ઞાનિકોએ ડ્યુરિયન હસ્કમાંથી જેલ બેન્ડેજ બનાવી
વૈજ્ઞાનિકોએ ડ્યુરિયન હસ્ક ફળમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળા સેલ્યુલોઝને કાઢી. તેને ગ્લિસરોલ સાથે મિક્સ કરીને એક સોફ્ટ જેલ બનાવવામાં આવી. તે એકદમ સિલિકોન શીટ જેવી દેખાય છે. તેને કોઈપણ આકારમાં કટ કરી શકાય છે. ખાસવાત એ છે કે ગ્લિસરોલ સાબુ અને બાયોડીઝલ ઈન્ડસ્ટ્રીમાંથી કાઢવામાં આવતી બાય-પ્રોડક્ટ છે. એટલે કે નકામી વસ્તુમાંથી કામની વસ્તુ તૈયાર કરવામાં આવે છે.

જેલ બેન્ડેજ બેક્ટેરિયા માટે ઘાતક છે
યુનિવર્સિટીના ફૂડ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પ્રોગ્રામના ડાયરેક્ટર અને પ્રોફેસર વિલિયમ ચેનના જણાવ્યા પ્રમાણે, તેમને આ જેલમાં કેટલાક ખાસ પ્રકારના ઓર્ગેનિક મોલેક્યુલ્સ પણ ઉમેર્યા છે. જે બેકર્સ યીસ્ટ બનાવે છે. તેને ફેનોલિક્સ પણ કહેવામાં આવે છે. તેના કારણથી ડ્યુરિયન હસ્કમાંથી બનેલું જેલ બેન્ડેજ બેક્ટેરિયા માટે ઘાતક છે.

પારંપરિક હાઈડ્રોજેલ જે સામાન્ય રીતે દવાની દુકાન પર મળે છે તે સર્જરી અથવા ઈજાના ઘાને મટાડે છે. તેનાથી ઘા નરમ થઈ જાય છે. ઘાની આસપાસની ત્વચા પણ નરમ રહે છે. પ્રોફેસર વિલિયમ ચેનના જણાવ્યા પ્રમાણે, હાઈડ્રોજેલ પેચેસ સિન્થેટિક પોલિમરમાંથી બનાવવામાં આવે છે.

પ્રો. ચેનના જણાવ્યા પ્રમાણે, આ સિન્થેટિક પોલિમરને પોલિમેથેક્રીલેટ અને પોલીવિનાઈલ પાયરોલિડિન કહેવામાં આવે છે. જે બેન્ડેજમાં એન્ટિમાઇક્રોબાયલ ટ્રીટમેન્ટ કરવાનો દાવો કરવામાં આવે છે, તેમાં તાંબુ અને ચાંદી મિક્સ કરવામાં આવે છે. જેમ કેબાયોમેડિકલ એપ્લિકેશનમાં ઉપયોગ કરવામાં આવતા ઉપકરણ અને અન્ય સારવારના યંત્ર

લાંબા સમય માટે તેનો ઉપયોગ કરી શકાય છે
પ્રો. વિલિયન ચેનના જણાવ્યા પ્રમાણે, દુનિયામાં સતત એન્ટિબાયોટિક-એન્ટિફંગલ- સુપરબગ્સ આવી રહ્યા છે. તેથી જરૂરી છે કે વિવિધ પ્રકારની રીત હોય, જેનાથી આપણે સંક્રમણને રોકી શકીએ. ખુલ્લા ઘાને મટાડવા માટે એન્ટિમાઇક્રોબાયલ બેન્ડેજ વધારે સુરક્ષિત હોય છે. તેનો ઉપયોગ લાંબા સમય માટે કરી શકાય છે.

સિંગાપોર અને તેની આસપાસના દેશોમાં ડ્યુરિયન હસ્ક અને ગ્લિસરોલ ભારે માત્રામાં ફેંકવામાં આવે છે. તેનો કોઈ ઉપયોગ કરવામાં નથી આવતો. તેથી જો આ બંનેને મિક્સ કરીને એન્ટિબેક્ટેરિયલ જેલ બેન્ડેજ બનાવવામાં આવે તો ઘણા ફાયદા થશે. લાખો લોકોને રોજગાર મળશે. સાથે જે લોકોને આ બેન્ડેજ લગાવવામાં આવશે તેમની રિકવરી પણ ઝડપથી થશે. ઘા ઝડપથી મટી જશે. તેમજ સંક્રમણનું જોખમ પણ ઘટી જશે.

Source : Bhaskar

Leave a Reply

Translate »