જસ્ટીસ ફોર ઉર્વશી:વેકરિયાની ફરી ધરપકડ થાય તેવી ઉર્વશીના પરિવારની માંગ

  • કોર્ટમાં અતુલ વેકરિયાના જામીન રદ કરવા અરજી
  • કોર્ટના હુકમ બાદ આગળની કાર્યવાહી, આગોતરા પણ કરી શકે

યુનિવર્સિટી રોડ પર મોપેડ ચાલક યુવતીને ટક્કર મારી મોત નિપજાવવાના કેસમાં સાપરાધ મનુષ્ય વધના આરોપનો સામનો કરી રહેલાં અતુલ બેકરીના માલિક આરોપી અતુલ વેકરિયાની નીચલી કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવેલી જામીન અરજી રદ કરવા માટેની અરજી બુધવારે સરકાર પક્ષ દ્વારા કરવામાં આવી હતી.

બીજી તરફ વેકરિયાની ફરી ધરપકડ થાય તેવી ઉર્વશીના પરિવારની માંગ કરી છે. અરજી પર હવે દલીલો બાદ કોર્ટ હુકમ જાહેર કરશે. દારૂ પીને ડ્રાઇવિંગ કરી રહેલાં આરોપી વેકરિયા સામે અગાઉ પોલીસે 304-એની કલમ લગાવી હતી જે જામીનપાત્ર હોય આરોપી ગણતરીના કલાકમાં જ જામીન મુક્ત થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે કલમ 304 અને 185નો ઉમેરો કર્યો હતો.

હોળી અગાઉ આરોપી વેકરિયા દારૂની મહેફિલ માણીને યુનિવર્સિટી રોડ પરથી પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં ત્રણ વાહનોને અડફેટમાં લીધાં હતા. જેમાં એક યુવતી ગંભીર રીતે ઘવાતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચીને આરોપીને અટકમાં લીધો હતો. બીજા દિવસે કોર્ટમાં રજૂ કરાતા તેને 15 હજારના જાત જામીન પર મુક્ત કરતો હુકમ કરાયો હતો. જો કે, બાદમાં સેશેન્સ ટ્રાયેબલ એવી કલમ 304 લગાતા બુધવારે પોલીસે કોર્ટમાં આરોપીના જામીન રદ કરવા માટેની અરજી કરી હતી. ઉવર્શીને ન્યાય આપવા માટે વિવિધ સોશિયલ મિડીયામાં અભિયાન છેડાયું છે, જેમાં લોકોએ અતુલ વેકરિયાને કડક સજા થાય તેવા પોસ્ટર પણ વહેતા કર્યાં હતાં.

…હવે કોર્ટ વોરન્ટ કે નોટિસ ઇશ્યુ કરી શકે છે
જામીન રદ કરવાની અરજી થયા બાદ હવે જ્યાં એક તરફ આરોપી ફરતે સકંજો કસાયો છે ત્યાં આરોપી પણ આગોતરા જામીન કરી શકે છે. એડવોકેટ નદીમ ચૌધરી કહે છે કે 2019ના સુપ્રીમ કોર્ટના ચુકાદા અગાઉ આવા બનાવ વખતે પોલીસ કલમનો ઉમેરો થયા બાદ પણ આરોપીની સીધી ધરપકડ કરતી હતી. જામીન રદ કરવાની અરજી થયા બાદ કોર્ટ વોરન્ટ કે નોટિસ ઇશ્યુ કરી શકે છે.

Leave a Reply

Translate »