લોકડાઉનના ભયથી ફરી પ્રવાસી મજૂરોનું પલાયન શરૂ, UP-બિહારની ટ્રેન સૂપર સ્પ્રેડર બની શકે છે

  • LTT સ્ટેશન પર જનરલ કોચમાં ક્ષમતાથી બમણા યાત્રીઓ મુસાફરી કરી રહ્યા છે
  • મજૂરો પર લોકડાઉન એેક આફત બનીને આવ્યું છે, સરકાર નિર્ણય પાછો ખેંચેઃ કોંગ્રેસના નેતા સંજય

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ એની ચરમસીમાએ પહોંચી ગયું છે. એવામાં સરકાર કોરોના મહામારી પર રોક લગાવવા કડક પગલાઓ ઉઠાવી રહી છે. જેથી સ્થાનિક પ્રવાસી મજૂરોમાં ગત વર્ષની જેમ ઓચિંતા લોકડાઉનનો ભય ઘર કરી ગયો છે. રાજ્યના વિવિધ વિસ્તારો સહિત મુંબઈથી પ્રવાસી મજૂરા પાછા પોતાના વતન તરફ જવા નીકળી પડ્યા છે. મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશન પર અત્યારે પગ મુકવાની પણ જગ્યા નથી. લોકો જનરલ કોચમાં એક-બીજા ઊપર બેસીને યાત્રા કરી રહ્યા છે. પુણે અને નાગપુરમાં પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આ પ્રમાણેની બેદરકારી ભરી મુસાફરી સુપર-સ્પ્રડર બની શકે છે. ભાસ્કરે આવી પરિસ્થિતિ સર્જાતા LTT સ્ટેશન પહોંચીને જાણ્યું હતું કે શું લોકોમાં કોરોનાથી વધુ ભય લોકડાઉનનો છે?

LTT સ્ટેશન પર જનરલ કોચમાં ક્ષમતાથી બમણા યાત્રીઓ સવાર હતા. તેઓ ટ્રેનમાં સરખી રીતે ઊભા રહે એટલી પણ જગ્યા નહોતી જણાઈ. મોટાભાગે લોકોએ એમના ચહેરા માસ્ક અને કાપડથી ઢાંક્યા હતા. પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહોતું કરાયું. સીટ અને ફ્લોર પર જગ્યા ના મળી તો લોકો છાપરા પર ચાદર પાથરીને પણ બેસી ગયા હતા. ગોરખપુર જઈ રહેલી ટ્રેનમાં લોકો બહાર ટીંગાઈને પણ સફર કરવા માટે રાજી થઈ ગયા હતા.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંજય નિરૂપમેને ભીડની માહિતી મળ્યા બાદ મુસાફરોને સમજાવવા એલટીટી સ્ટેશન પહોંચ્યા હતા.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંજય નિરૂપમેને ભીડની માહિતી મળ્યા બાદ મુસાફરોને સમજાવવા એલટીટી સ્ટેશન પહોંચ્યા હતા.

યાત્રીઓએ આ ખતરનાક સફરની સચ્ચાઈ જણાવી
લખનઉ જઈ રહેલા પરવેઝ આલમે કહ્યું હતું કે , લોકડાઉનની આશંકાઓના પગલે રોજગારી છીનવાઈ ગઈ છે, અહીંયા શું કરીશું હવે. સંક્રમણની પ્રથમ લહેરમાં UPના યાત્રી રામેશ્વર ફરીથી મુંબઈ આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે કેટલાક દિવસો પહેલા જ મને એક પ્રાઈવેટ કપડા બનાવતી ફેક્ટરીમાં કામ મળ્યું હતું, પરંતું લોકડાઉનના પગલે 4 દિવસ પહેલા માલિકે મને કામથી નિકાળી દીધો હતો. જેથી હવે હું મારા વતન પરત ફરી રહ્યો છું. UP જઈ રહેલા સર્વેશે કહ્યું કે ગત વર્ષની જેમ પગપાળા જવા કરતા સારુ છે કે 30-35 કલાક આ ટ્રેનમાં સફર કરી લઉં.

ઉત્તર પ્રદેશ જતા મોટાભાગના લોકોએ મુંબઈમાં નોકરી ગુમાવી દીધી છે.

ઉત્તર પ્રદેશ જતા મોટાભાગના લોકોએ મુંબઈમાં નોકરી ગુમાવી દીધી છે.

ભીડ પાછળ UPની પંચાયતની ચૂંટણી પણ એક કારણ
લાંબો સફર ખેડવાની ટ્રેનમાં વધતા જતા પ્રવાસીઓની સંખ્યાનું બીજું મોટું કારણ યૂપીમાં પંચાયતી ચૂંટણીનું પણ હોઈ શકે છે. લોકો તેમની પસંદના સત્તાધીશને મત આપવા માટે પોતાના ગામ પરત ફરી રહ્યા હોય તેવું પણ બની શકે છે. હાલ યૂપીમાં 14 થી 28 એપ્રિલ સુધી મતદાન યોજાવા જઈ રહ્યું છે. આ જ કારણ છે કે યૂપી-બિહારની ટ્રેનોમાં વેઈટિંગ લીસ્ટ પણ લાંબુ છે.

જો દરવાજાથી પ્રવેશવાની તક ન મળી, તો પેસેન્જર બારીમાંથી ડબ્બામાં પ્રવેશતો જોવા મળ્યો.

જો દરવાજાથી પ્રવેશવાની તક ન મળી, તો પેસેન્જર બારીમાંથી ડબ્બામાં પ્રવેશતો જોવા મળ્યો.

કોંગ્રેસના નેતાએ કહ્યું- આ મજૂરો બીજા રાજ્યોમાં પણ કોરોના ફેલાવશે
કોંગ્રેસના નેતા સંજય નિરૂપમ LTT સ્ટેશને પહોંચ્યા હતા. તેમણે લોકોને સમજાવ્યા પણ હતા. સંજયે કહ્યું હતું કે લોકોમાં લોકડાઉનનો ભય છે. આ ટ્રેનમાં જે ભીડ જઈ રહી છે, એનાથી બીજા રાજ્યોમાં પણ કોરોનાનું સક્રમણ ફેલાઈ શકે છે. શું આ લોકો પાછા આવશે ત્યારે કોરોના ભાગી ગયો હશે? મજૂરો પર લોકડાઉન એેક આફત બનીને આવ્યું છે, તે બેરોજગાર થઈ ગયા છે. સરકાર જેમ બને એમ જલ્દી લોકડાઉનના નિર્ણયને પાછો ખેંચે.

કામદારો કહે છે કે પગપાળા જવા કરતાં ટ્રેનમાં ઉભા રહેવું વધુ સારું છે.

કામદારો કહે છે કે પગપાળા જવા કરતાં ટ્રેનમાં ઉભા રહેવું વધુ સારું છે.

રેલવેની અપિલ- અફવાઓથી ડરવાની જરૂર નથી
આટલી બધી ભીડ જોઈને રેલવેએ યાત્રીઓને અપિલ કરી હતી કે ટ્રેનામાં બુકિંગને લઈને ચાલતી અફવાઓ પર ભરોસો ના કરો. રેલવે ઉનાળાના વેકેશનમાં પ્રવાસીઓ માટે સ્પેશિયલ ટ્રેન ચલાવતી જ હોય છે. મહામારીને ધ્યાનમાં રાખીને આ પ્રમાણે ભીડ ના કરો. ટ્રેન છૂટે એની 90 મિનિટ પહેલા જ સ્ટેશન પર આવો અને કોવિડના તમામ પ્રોટોકોલનું પાલન કરો.

લોકડાઉન પછી ટ્રેનને કોવિડ ગાઈડલાઈનના પ્રમાણે ચલાવાઈ રહી છે. જેથી જનરલ કમ્પાર્ટમેન્ટમાં પણ રિઝર્વેશન ટિકિટ વગર યાત્ર કરવાની પરવાનગી આપવામાં આવતી નથી.

પુણે રેલ્વે સ્ટેશનની બહાર ભારે ભીડ જોવા મળી રહી છે.

પુણે રેલ્વે સ્ટેશનની બહાર ભારે ભીડ જોવા મળી રહી છે.

પુણેમાં પણ યાત્રીઓનું ઘોડાપુર
પુણેમાં પણ છેલ્લા 2 દિવસોથી રેલવે સ્ટેશનમાં પગ મુકવાની પણ જગ્યા નથી રહેતી. UP-બિહાર અને ઉત્તર ભારત તરફ પ્રયાણ કરતી તમામ ટ્રેનો ખીચો-ખીચ ભરેલી જણાય છે. પુણેના PRO મનોજ ઝવરે જણાવ્યું હતું કે અમે માત્ર કન્ફર્મ ટિકિટ વાળાઓને જ સ્ટેસનમાં પ્રવેશવા દઈએ છીએ. એટલે જ સ્ટેશનોની બહાર ભીડ જણાઈ રહી છે. પુણેમાં પણ કેટલીક સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાઈ છે, પરંતુ એ પણ ફુલ જઈ રહી છે.

Leave a Reply

Translate »