ઐતિહાસિક સ્થળાે-2ઃ સુરતનાે કિલ્લાે બીજી વાર નવનિર્મિત થઈ રહ્યાે છે, ખુદાવંત ખાને હુમલાઆેથી બચવા બનાવ્યાે હતાે

Newsnetworksteam:

સુરત શહેરનાે પ્રસિદ્ધ કિલ્લાે ચાેકબજાર સ્થિત તાપી નદીના તટ પર આવેલાે છે આ મજબૂત કિલ્લાે ૧૬મી સદીમાં બનાવાયાે હતાે.. અમદાવાદના રાજા સુલતાન મહમૂદ ત્રીજાના (૧૫૩૮-૧૫૫૪) આદેશ પર શહેર પર થતા ફિરંગીઆેના વારંવારના આક્રમણને ખાળવા આ કિલ્લો બંધાયો હતો. તેણે આ કામ તુર્કીના સૈનિક અને સુરતના નાઝિમ ખ્વાજા સફર સલમાનીને સોંપ્યું હતું, જેને બાદશાહે ખુદાવંદ ખાનનાે ખિતાબ આપ્યાે હતાે અને તે તે નામથી ઓળખાતો હતો.


માેટેભાગના ઇતિહાસકારોના મત પ્રમાણે સુરત આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું બંદર હતું. બાર્બોસા નામના પોર્ટુગીઝ પ્રવાસીએ ઇ.સ. ૧૫૧૪માં ગુજરાતની મુલાકાત દરમિયાન સુરતને બધાં જ પ્રકારના વ્યાપાર માટેનું અને રાજાને મહત્વની આવક મોકલતું કેન્દ્ર તેમજ મલબાર અને અન્ય બંદરો સાથે વ્યાપાર કરતું દર્શાવ્યું હતું. બાર્બોસાની મુલાકાતના ટૂંકા સમય પછી પોર્ટુગીઝોએ સુરત પર હુમલો કર્યો હતો. ઇ.સ. ૧૫૩૦માં પોર્ટુગીઝ ચાંચિયાઓએ તેમના સરકાર એન્ટોનિયો ડા સિલ્વરીઆની આગેવાની હેઠળ સુરત પર આક્રમણ કર્યું હતું અને શહેરને બાળ્યું હતું. ૧૫૩૧માં ફરીથી તેમણે સુરત પર આક્રમણ કર્યું હતું. અમદાવાદના રાજા સુલ્તાન મહમૂદ ત્રીજાએ આ હુમલાઓને ખાળવા મજબૂત કિલ્લો બનાવવાનો આદેશ આપ્યો હતો અને આ કામ તેણે ખુદાવંદ ખાનને સોંપ્યું હતું. ખુદાવંદ ખાન દિવમાં ફિરંગીઅાે સામેની લડાઈમાં તા. 24-6-1546માં શહીદ થયા હતા. જેને સુરતમાં દફનાવાયા હતા. આજે પણ તેમનાે રાેજાે સુરતના મુલ્લાચાેક વિસ્તારમાં છે.કિલ્લાની પશ્ચિમ બાજુની લંબાઈ સાેથી અાેછી છે. દિવાલાે 20 ઈલાહી ગજ ઉંચી અને 15 ગજ પહાેળી હતી. એક સમયે કિલ્લાની ફરતી 20 ગજ પહાેળી ખાઈ હતી.(જે ફરી રિસ્ટાેરેશનમાં બનાવવાની યાેજના છે) કિલ્લાને પ્રત્યેક ખૂણે બ્રુજાે છે. બુરજની ટાેચથી નીચે સુધીની ઊંચાઈ 70 મીટર જેટલી છે અને તેના પર તાેપાે ગાેઠવાયેલી છે. ફિરંગીઆેએ કિલ્લાે ન બને તે માટે પણ ખૂબ પ્રયાસ કર્યા હતા. કિલ્લાને મજૂબત કરવા માટે તેના બાંકામમાં પત્થરાે, પાકી ઈંટાે, ચુનાનાે ઉપાયેગ કરાયાે. બે પત્થરાેને લાેખંડના પાટાથી જકડીને સાંધામાં સીસુ રેડાયું હતુ.

કિલ્લા રિસ્ટાેરેશન દરમિયાન માલૂમ પડ્યું કે….
સુરત મહાનગર પાલિકાએ આ કિલ્લાને ઈતિહાસિક ધરાેહર તરીકે વિકસાવવાનું નક્કી કર્યું અને તે માટેનું ામ શરૂ કરાયું ત્યારે એવા કેટલાક પુરાવા પણ હા લાગ્યા કે 13મી સદીમાં તાપી નદીનાં કિનારે કાચો કિલ્લો બન્યો હતો. કિલ્લો ફીરોઝશાહે સને 1351માં બંધાવ્યો હતો. ગેઝેટીઅર ઓફ ઇન્ડિયા એન્ડ ડિસ્ટ્રીક્ટ ગેઝેટીએરના ચેપ્ટર પાંચમાં લખવામાં આવ્યું છે કે, ‘ફિરોઝ શાહે એમના શાસનકાળ (1351 થી 1388) દરમિયાન કિલ્લો બનાવ્યો હતો.’ 1877માં ગર્વમેન્ટ સેન્ટ્રલ પ્રેસ વોલ્યુમ 2માં ગુજરાત (સુરત એન્ડ બ્રોચ)માં પણ બાબતનો ઉલ્લેખ છે તેમજ વાક્ય એદલજી બરજોરજી પટેલે 1890માં એમના પુસ્તક ‘સુરતની તવારીખ’માં પણ લખ્યા છે. ઇતિહાસકાર ડો. મુગટલાલ બાવીશીએ પણ એમના પુસ્તક ‘સુરતની ઇતિહાસધારા’ના પહેલા પ્રકરણમાં કિલ્લો 13મી સદીમાં બન્યો હોવાનું નોંધ્યું છે. એમણે પુસ્તકમાં લખ્યું છે કે, ‘હિંદના સુલતાનો કતુબુદ્દીન અયબેક અને મોહંમદ તુગલકે સુરતની મુલાકાત લીધી હતી એવું મુસ્લિમ ઇતિહાસકારો નોંધે છે. સુલતાન ફીરોઝ તુગલકે સુરતના રક્ષણ માટે ઇ.સ 1373માં તાપી નદીના કિનારે નાનો કિલ્લો બંધાવ્યો હતો. 1391માં ગુજરાતના ગવર્નર ઝફરખાને એના પુત્ર મસ્તીખાનને રાંદેર તથા સુરતના ગવર્નર તરીકે નીમ્યો હતો. 16મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોએ સુરતના બંદર પર કબજો જમાવ્યો. તેઓ સુરત અને એની આસપાસ દરિયમાં લૂંટફાટ તથા ચાંચીયાગીરી કરતા. 1530માં એમણે રાંદેરને લૂંટ્યું, બાળ્યું અને એની સમૃદ્ધિનો નાશ કર્યો. પોર્ટુગીઝોના હુમલાઓથી બચવા સુરતના નાઝીમ ખ્વાજા સફર સલમાનીએ ઇ.સ 1540માં જૂના નાના કિલ્લાને સ્થાને નવો મજબૂત અને વિશાળ કિલ્લો બંધાવ્યો, જે આજે તાપી નદીના હોપપુલ પાસે છે. સુરત જીતવા મોગલ બાદશાહ અકબર પોતે અહીં આવ્યો હતો અને દોઢ માસના ઘેરા પછી ફેબ્રુઆરી 1573માં એણે સુરતના કિલ્લા ઉપર કબજો મેળવ્યો હતો.
ઈસ 1759માં કિલ્લેદારી અંગ્રેજાેને મળી હતી અને તેમની સત્તા સ્થાપાય હતી.


કેટલાક પુસ્તક પ્રમાણે કિલ્લો તેરમી સદીમાં બન્યો છે પણ પંદરમી સદીમાં પોર્ટગીઝોના હુમલાથી બચવા માટે એને રિસ્ટોર કરાયો હતો. રિસ્ટોરેશન દરમિયાન કિલ્લાનો વિસ્તાર પણ વધારાયો હતો. કિલ્લો તેરમી સદીમાં બન્યો હોવાનો સિવાય પણ અન્ય પુરાવાઓ છે. 1373માં ફરોઝશાહે બંધાવેલો કિલ્લો માટી, લીપણ અને ઘાસથી બન્યો હતો. કિલ્લાની કમ્પાઉન્ડ વોલ નાની હતી. અંદાજે કિલ્લા ફરતે 6 ફૂટની દિવાલ બનાવવામાં આવી હતી, જેના પર કાંટા અને કાચ પાથરવામાં આવ્યા હતાં. હાલના કિલ્લા કરતા 13મી સદીમાં બનાવવામાં આવેલા કિલ્લાની સાઇઝ અડધી હતી. કિલ્લાની છત ઘાસ અને નળીયાથી બનાવવામાં આવી હતી. જાેકે, જાણીતા ઈતિહાસકારાે કહે છે કે, 13મી સદીમાં સુરતમાં વસ્તી જ ન હતી તાે કિલ્લાની જરૂરતનાે સવાલ જ નથી ઊભાે થતાે. જેથી, તે 13મી સદીમાં નહીં પરંતુ 16મી સદીમાં જ બન્યાે છે.
આ કિલ્લામાં આજના સમયમાં વિવિધ સરકારી કચેરી હતી પણ બાદમાં સુરત મનપાએ વર્ષ 2017માં તેને રિસ્ટાેર કરવાનુ શરૂ કર્યું અને આજે તેની શાન ફરી ઊભી કરાય છે. તેમાં અનેક ઇતિહાસિક ચીજાે મુકવામાં આવી છે. જે જાેવા સહેલાણીઅાે અહીં પધારે છે. હાલ ત્રીજા તબક્કાનું કામ ચાલી રહ્યું છે અને તેને ફરી રિસ્ટાેર કરવા ખરાબ થયેલી દિવાલાેને એ જ રીતે પત્થરાે અને ચના-ગાેળ સહિતથી બનાવાય રહી છે.

Leave a Reply

Translate »