ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલો નિર્ણય : ધોરણ-૧૨ની ઉત્તરવહીની ઓનલાઈન ચકાસણી થશે

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલો નિર્ણય : ધોરણ-૧૨ની ઉત્તરવહીની ઓનલાઈન ચકાસણી થશે

શિક્ષણમંત્રીઍ જાહેરાત કરી છે કે રાજ્યમાં ધોરણ ૯ અને ધોરણ ૧૧ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી ખુલશે. આ ઉપરાંત ધોરણ ૯થી ધોરણ ૧૨ અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસિસને પણ મંજૂરી મળી છે. આ દરમિયાન ગુજરાત શિક્ષણ બોર્ડે પણ ધોરણ ૧૨ની વિજ્ઞાનપ્રવાહની ઉત્તરવહી ઓનલાઈન ચકાસવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહી ઑનલાઈન ચકાસવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણ બોર્ડ ગત ૪ વર્ષથી ઓનલાઈન ચકાસણી માટેની સિસ્ટમ તૈયાર કરી રહ્નાં હતું. જ્યારે હવે શિક્ષણ વિભાગે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીની હવે ઑનલાઈન ચકાસણી કરવાનો નિર્ણય કર્યો છે. ઑનલાઈન પેપર ચકાસણીને પગલે ટ્રાન્સપોર્ટ ખર્ચ ઘટશે. અને પરિણામમાં પણ પારર્દિશતા વધશે. ય્જીઈમ્ઍ જણાવ્યું છે કે રેગ્યુલર ફી સાથે જ ૨૧ જાન્યુઆરીથી ૨૦ ફેબ્રુઆરી સુધી બોર્ડની વેબસાઈટ પર આવેદનપત્ર ભરી શકાશે. ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહના તમામ નિયમિત અને રિપિટર વિદ્યાર્થીઓઍ ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવા પડશે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »