20 વર્ષની વયે અદાણીએ રૂ.10 લાખની આવક કરી હતી, જાણો તેમની કેટલીક વાતો

જન્મઃ 24 જુન, 1962, શિક્ષણઃ કોલેજ ડ્રોપઆઉટ
પરિવારઃ પત્ની-પ્રીતિ અદાણી, બે પુત્ર – કરણ અને જીત
સંપત્તિઃ 4.31 લાખ કરોડ રૂપિયા (ફોર્બ્સની રિયલ ટાઈમ નેટવર્થ અનુસાર ગુરુવારે શેરમાં તેજીથી તેમની સંપત્તિ એક દિવસમાં 35 હજાર કરોડ રૂપિયા વધી હતી, જોકે, શુક્રવારે તે 22 હજાર કરોડ ઘટી ગઈ. )

ગયા વર્ષે કોરોના પછી જો કોઈની ચર્ચા થઈ છે તો તે છે અંબાણી અને અદાણી. કોરોનાકાળમાં દેશ-દુનિયાનું અર્થતંત્ર હિલોળે ચડ્યું હતું, ત્યારે 58 વર્ષના ગોતમ અદાણીની સંપત્તિ રોકેટ ગતિએ વધી રહી હતી. દેશના ટોપ-10 બિઝનેસમેનની સરખામણીએ અદાણીએ કોરોનાકાળમાં દસ ગણી કમાણી કરી છે. 2020માં તેમણે પોતાની સંપત્તિમાં કુલ 1.49 લાખ કરોડ રૂપિયા ઉમેર્યા છે. હવે અદાણી જૂથ રિયાલયન્સ અને તાતા જૂથ પછી 100 બિલિયન ડોલર નેટવર્થ ધરાવતું દેશનું ત્રીજું બિઝનેસ ગૃહ બની ગયું છે. જોકે, દેવામાં ડૂબેલા અદાણી જૂથની સ્થિતિ પહેલાથી જ સારી રહી નથી. એક તરફ રિલાયન્સ દેવામુક્ત કંપની બની ગઈ છે, તો અદાણી જૂથ સતત લોન લેતું જઈ રહ્યું છે. ડિસેમ્બર, 2020 સુધી કંપની પર કુલ રૂ.1.41 લાખ કરોડનું દેવું હતું. તાજેતરમાં જ અદાણી ગ્રીને 1.35 અબજ ડોલરની લોન લીધી છે.

2010થી 12 દરમિયાન અદાણી જૂથ પોતાનું 70 ટકા માર્કેટ કેપ ગુમાવી ચૂક્યું હતું, રોકાણકારોના પૈસા ડૂબી રહ્યા હતા. 2012માં જૂથ પર ફેમાના ઉલ્લંઘન, કોલસાની ખાણોનો દૂરુપયોગ, કસ્ટમ ચોરીના આરોપો પણ લાગ્યા હતા. ગૌતમના ભાઈ રાજેશને સીબીઆઈએ કસ્ટડીમાં પણ લીધા હતા. અદાણી જૂથની સ્થિતિ 2014 પછી સુધરી છે. 2014 પછી અદાણીની સંપત્તિમાં 230 ગણો વધારો થયો છે.

2018માં ગુજરાતામં અદાણી પાવરનો એક પ્રોજેક્ટ દેવાળું ફૂંકવાની અણીએ હતો, જૂથે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ સામે દેવાળું ફૂકવાની પ્રક્રિયા શરૂ કરવા અરજી કરવાનો પણ ઈરાદો કર્યો હતો. આરોપ હતો કે, ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના વીજ દર ન વધારવાના નિયમ વિરુદ્ધ જઈ અદાણીને વધુ ભાવે વીજળી વેચવા મંજૂરી આપી હતી.

20 વર્ષની વયે 10 લાખ રૂપિયાની કમાણી
ગૌતમનો જન્મ અમદાવાદમાં થયો હતો. પિતા શાંતિલાલ કાપડનો વેપાર કરતા હતા. ગૌતમે બીકોમનો અભ્યાસ શરૂ કર્યો, પરંતુ અધવચ્ચે છોડીને મુંબઈ જતો રહ્યો. અહીં ડાયમન્ડ ટ્રેડિંગ કંપનીમાં કામ શરૂ કર્યું. થોડા સમય પછી મુંબઈના ઝવેરી બજારમાં પોતાની ડાયમન્ડ બ્રોકિંગ કંપની ખોલી અને ટૂંકા ગાળામાં જ રૂ.10 લાખની કમાણી કરી.

2014 પછી સંપત્તિમાં 230 ગણો વધારો
દેશના બીજા નંબરના સૌથી શ્રીમંત, અદાણી ગ્રૂપના સંસ્થાપક ગૌતમ અદાણી દુનિયાની 22મી સૌથી ધનિક વ્યક્તિ છે. 100 બિલિયન ડોલર નેટવર્થ પ્રાપ્ત કરનારું અદાણી, દેશનું ત્રીજું બિઝનેસ જૂથ બની ગયું છે.

Leave a Reply

Translate »