અમદાવાદની અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભીષણ આગ, 4 વિદ્યાર્થીઓએ ધાબાની ટાંકી પર જઈ પોતાનો જીવ બચાવ્યો

  • કૃષ્ણનગર વિસ્તારમાં અંકુર ઈન્ટરેનશલ સ્કૂલમાં આગ લાગતા ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા પાસે આવેલી અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં આજે સવારે ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની 10 ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. ત્યારે 108 એમ્બ્યુલન્સને પણ રવાના કરવામાં આવી હતી. ઘટના સમયે સ્કૂલમાં 3 કલર કામના કારીગરો તથા 4 વિદ્યાર્થીઓ ફસાયા હતા. જોકે તમામનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે.

ભીષણ આગથી પાંચ માળની સ્કૂલમાં 6થી 7 લોકો ફસાયાની આશંકા

ભીષણ આગથી પાંચ માળની સ્કૂલમાં 6થી 7 લોકો ફસાયાની આશંકા

ફાયર ઓફિસર મનીષ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં આગ લાગી છે અને ચાર બાળકો ફસાયા હોવાના મેસેજ મળતાં નરોડા, ઓઢવ ફાયરબ્રિગેડ સહિત ફાયરના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગને કાબુમાં લીધી હતી. એક કલાકમાં આગ કાબુમાં આવી ગઈ છે. કલરકામ અને ફર્નિચરનું કામ કરતા ત્રણ મજૂર ફસાયા હતા જેને દાદર પરથી રેસ્ક્યુ કરી લેવાયા હતા. કોઈ જાનહાનિ થઈ નથી. સ્કૂલ સંચાલકના જણાવ્યા મુજબ સ્કૂલ બંધ જ હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ ફર્નિચરનું જે કામ ચાલે છે તેમ લાકડા લગાવવામાં આવતા સોલ્વન્ટમાં આગના કારણે લાગી હોય શકે છે.

દુર્ઘટના સમયે સ્કૂલમાં પ્લાયવૂડ અને કલર કામ ચાલી રહ્યું હતું

દુર્ઘટના સમયે સ્કૂલમાં પ્લાયવૂડ અને કલર કામ ચાલી રહ્યું હતું

તાજેતરમાં જ આગની ઘટનાના બે બનાવો
અમદાવાદમાં તાજેતરમાં જ આગની ઘટનાના બે બનાવો બન્યા હતા. જેમાંથી એક એસજી હાઇવે પર રાજપથ કલબની સામે આવેલા બાલેશ્વર કોમ્પ્લેક્સમાં આવેલી એક ઓફિસમાં સવારે આગ લાગી હતી. જેમાં ઓફિસમાં કામ કરતા 6 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. બીજી ઘટનામાં જમાલપુરમાં આવેલી સુબ્હાખાનની ચાલીમાં આગનો બનાવ બનતા જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ તાત્કાલિક ફાયરબ્રિગેડને બોલાવી હતી.

ફાયરની ટીમ દ્વારા 1 કલાકે આગ પર કાબૂ મેળવાયો હતો

ફાયરની ટીમ દ્વારા 1 કલાકે આગ પર કાબૂ મેળવાયો હતો

આ બંને ઘટનામાં કોઈ જાનહાનિ બની નહોતી.બાલેશ્વર કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસમાં આગ લાગતા જ ત્યાં કામ કરતા 6 લોકોમાં ભય ફેલાયો હતો. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ સ્નોરકેલ વડે ઓફિસમાં આગમાં ફસાયેલા 5 લોકોને રેસ્ક્યુ કર્યા હતા. જ્યારે દિનેશભાઇ નામનો એક વ્યક્તિ ગભરાઈને પહેલા માળેથી નીચે કુદી ગયો હતો.

​​​​​નોંધનીય છે કે શહેરના વટવા જીઆઈડીસીમાં ફેઝ-4 ખાતે આવેલી પ્લાસ્ટિક પેકેજિંગ ફેક્ટરીમાં 20 દિવસ પહેલા કેમિકલ પ્રોસેસ દરમિયાન ભયાનક આગ ભભૂકી ઊઠી હતી, જેમાં કેમિકલના બોઈલરો ઊડીને આગમાં ભળતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની તીવ્રતાને જોતાં ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કરતાં 45થી વધુ ફાયર ફાઇટરો આગ બુઝાવવાના કામે લાગ્યા હતા. બીજા દિવસે વહેલી સવારે આગ કાબૂમાં આવી હતી.

Leave a Reply

Translate »