હાલ કોરોનાને કારણે હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યાં છે. પરિવારોને ડેથબોડી આપવામાં આવતી નથી અને કોરોના ગાઈડલાઈન મુજબ તેમના અંતિમ સંસ્કાર જે તે સામાજિક સંસ્થા દ્વારા કરી દેવામાં આવે છે. જોકે, આ ડેથબોડીને સંપૂર્ણ રીતે એક પ્લાસિક રેપરમાં વીંટાડીને માત્ર તેનો ચહેરો પારદર્શક પ્લાસ્ટિકમાં દેખાય તે રીતે સંબંધિત હોસ્પિટલો દ્વારા સોંપવામાં આવે છે. ઘણાં પરિવારો તો ગભરાયને અંતિમ વિધિ પણ કરતા નથી. ત્યારે સવાલો ઊભા થાય છે કે, શું કોઈ વ્યક્તિ કોરોનાથી મૃત્યુ પામે અને તેના મૃતદેહને આપણે અડીએ તો શું આપણને કારોના થાય?
તેનો મીડીયાને જવાબ આપતા એઇમ્સમાં કાર્યરત ડોકટર પ્રવીણ ગુપ્તાએ કહ્યું કે “જ્યારે કોઈ કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ થાય છે ત્યારે તેમના મૃતદેહને ચારે બાજુથી વીંટાળી દેવામાં આવે છે. જેનાથી કોરોનાનું સંક્રમણ ફેલાવવાનો ભય નહિવત થઈ જાય છે. કોરોના હવાનાં સંપર્કથી ફેલાઈ છે અને મૃતદેહ ક્યારેય શ્વાસ નથી લેતો, કે નથી છીંક ખાતો કે પછી ઉધરસ પણ નથી ખાતો. એટલે કે મૃતદેહ દ્વારા કોરોના ફેલાવવાના ચાન્સ ખૂબ જ નજીવો છે.
જોકે, આ બાબતનું ધ્યાન રાખો
ડૉ. ગુપ્તાએ કહ્યું કે જો તમે આવા મૃતદેહને સ્પર્શ પણ કરી લો છો તો તમારે તમારા હાથ એકદમ બરોબર રીતે ધોવા જોઈએ અને કોરોનાનાં દરેક નિયમનું પાલન કરવું જોઈએ. આ સવાલનો જવાબ અત્યારે દરેક લોકો સુધી પહોંચવો એટલા માટે જરૂરી છે કારણકે ઘણા પરિવારનાં લોકો પોતાના જ સભ્યનાં મૃતદેહને લેવા પણ નથી આવતા. અને છેવટે પ્રશાસન આવા મૃતદેહનાં અંતિમ સંસ્કાર કરે છે.