હાલ ભારતમાં કોરોનાને અટકાવવા માટે વેક્સિનેશન અભ્યાન ખૂબ જોરમાં ચલાવવામાં આવ્યું છે. જોકે, ઘણી જગ્યાએ વેક્સિનની અછતની બૂમ છે એવામાં એક રાજ્ય એવુ છે જ્યા વેક્સિનના ડોઝનો વેડફાટ વધુ કરવામાં આવી રહ્યો છે. આજે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, હરિયાણાએ સૌથી વધુ ડોઝ બરબાદ કર્યા છે. ભાજપ શાસિત આ રાજ્યમાં ડોઝ બરબાદ થવાની ટકાવારી 6.49 ટકા છે. જે બાદ બીજા ક્રમે આસામે 5.92 ટકા અને ત્રીજા ક્રમે રાજસ્થાને 5.86 ટકા ડોઝ બરબાદ કર્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 18 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.અત્યાર સુધી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે 90 લાખ ડોઝ પડ્યા છે. આગામી ત્રણ દિવસમાં વધુ 7 લાખ ડોઝ પૂરા પાડવામાં આવશે.
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 27 લાખ 10 હજાર 066 ડોઝ આપવામાં આવ્યા છે.