એક ડોઝ લીધા બાદ એન્ટિબોડી ન બનતા કંપની અને મંજૂરી આપનાર સામે ગુનો દાખલ કરવા અરજી

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII), જે કોવિશીલ્ડ વેક્સિનનું ઉત્પાદન કરે છે અને એને મંજૂરી આપનાર ICMR અને WHO સામે લખનઉના એક વેપારીએ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરી છે. ટૂર એન્ડ ટ્રાવેલ્સનો ધંધો ચલાવતા પ્રતાપ ચંદ્રનો આરોપ છે કે કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ લીધા પછી પણ એન્ટિબોડીઝ તેમના શરીરમાં વિકાસ પામી ન હતી. પ્રતાપે SIIના CEO અદાર પૂનાવાલા, ICMRના ડિરેક્ટર બલરામ ભાર્ગવ, WHOના DG ડો. ટેડ્રોસ અધોનમ ગેબ્રેસસ, આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી, લવ અગ્રવાલ અને રાષ્ટ્રીય આરોગ્ય મિશનના નિયામક, અપર્ણા ઉપાધ્યાય સામે આશિયાના પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. ઈન્સ્પેક્ટર પુરુષોત્તમ ગુપ્તાએ મીડીયાને કહ્યું કે આ મામલાની તપાસ માટે આરોગ્ય અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. સરકારી સ્તરે એની તપાસ કરવામાં આવશે.

રિપોર્ટ મુજબ પ્રતાપ ચંદ્રએ ફરિયાદમાં લખ્યું છે કે, ICMR અને WHOએ સ્પષ્ટ કહ્યું હતું કે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદથી જ એન્ટિબોડી તૈયાર થવા લાગશે, પરંતુ મારામાં બની નહીં. SII એ આ વેક્સિનને બનાવી છે. ICMR, WHO અને આરોગ્ય મંત્રાલયે એને મંજૂરી આપી છે. રાષ્ટ્રીય આરોગ્ય મિશને એનો પ્રચાર કર્યો, માટે તે લોકો પણ દોષિત છે. હું શુદ્ધ શાકાહારી છું. આ ઉપરાંત મને RNA બેસ્ડ ઈન્જેકશન લગાવાયું છે.RNA બેસ્ડ ઈન્જેકશનમાં માતાના ગર્ભમાં જે બાળક થતું નથી એની કિડનીની 293 સેલ્સ સામેલ કરવામાં આવે છે. આવું સીરમ ઈન્સ્ટિટ્યૂટે પોતાની વેબસાઇટમાં લખેલું છે. એના પર સમગ્ર દુનિયામાં પ્રતિબંધ છે, પરંતુ આપણે ત્યાં આ ચાલી રહ્યું છે. મારી સાથે છેતરપિંડી થઇ છે. મારો જીવ પણ જઇ શકતો હતો. આ માટે હત્યાના પ્રયાસ અને છેતરપિંડીની કલમ હેઠળ ગુનો દાખલ કરો.

પ્રતાપચંદ્દ કહે છે કે, કંપનીના એક ડોઝ બાદ એન્ટિબોડી બનાવાના દાવા વચ્ચે મેં 25 મેએ સરકારી લેબમાં એન્ટિબોડી GT ટેસ્ટ કરાવ્યો. જેમાં એન્ટીબોડી ન બન્યા હોવાનો રિપોર્ટ આવ્યો, ઉપરથી મારા પ્લેટલેટ્સ પણ ઘટીને ત્રણ લાખથી દોઢ લાખ સુધી પહોંચી ગયા. પ્રતાપે કહ્યું હતું કે ‘હું એકલો જ નથી, જેમાં એન્ટિબોડી ડેવલપ થઈ નથી. મારી જેવા અનેક લોકો પણ છે. આ માટે હું 6 તારીખે કોર્ટ ખૂલવા પર અરજી દાખલ કરીશ. સરકાર પણ તે અંગે તપાસ કરે.

Leave a Reply

Translate »