સુરત આપના યુવા મહિલા નગરસેવકનું ટવીટર એકાઉન્ટ ડીલીટ, શું તેની પાછળ ભાજપનો હાથ?

આમ આદમી પાર્ટીમાં સૌથી નાની વય 22 વર્ષમાં સુરતના વોર્ડ નંબર 16માં ઉમેદવારી નોંધવી વિજયને વરેલા પાયલ કિશોરભાઈ સાકરિયા (પટેલ)નું ટવીટર એકાઉન્ટ ટવીટરે ડીલીટ કરી દીધું છે. તેના માટે પાયલે ભાજપ પર આરોપ મઢતા મીડીયાને કહ્યું કે, ખાડી સફાઈ મુદ્દે શાસકો પર પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેથી ભાજપની આઈટી સેલ દ્વારા ટ્વીટરને રિપોર્ટ કરીને મારું અકાઉન્ટ બ્લોક કરાવ્યું હોય શકે છે. જોકે હું અન્ય માધ્યમોથી સવાલો ઉઠાવતી રહીશ. જોકે, અચાનક આપના મહિલા કાઉન્સિલર પાયલ પટેલનું ટ્વિટર અકાઉન્ટ ડિલિટ થતાં તેઓ આશ્ચર્યમાં મુકાયાં છે. તેઓને કારણ જાણવા મળ્યું નથી. પાયલ કહે છે કે, ઘણા બધા ભાજપના સક્રિય સોશિયલ મીડિયા પરના કાર્યકર્તાઓ દ્વારા મારી પોસ્ટ પર રિપોર્ટ કર્યા હોય તેવું બની શકે અને એને કારણે મારું અકાઉન્ટ ડિલિટ થયું છે, પરંતુ આ પ્રકારની ઘટના એ સત્ય બહાર લાવવા માટે મને રોકી શકે નહીં. ઉલ્લેખનીય છે કે, પાયલ સુરત મહાનગર પાલિકાના ઈલેક્શન પૂર્વેથી જ વિવિધ સોશ્યલ મીડીયાના માધ્યમો પર પ્રજાનો પ્રશ્નો ઉઠાવતા રહ્યાં છે.

નોંધનીય છે કે, હાલ ટ્વીટર ભારતમાં અનેક નેતા, સામાજિક આગોવાનો, ધાર્મિક આગેવાનોના એકાઉન્ટ પર એક્શન લઈ રહ્યું છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્ર, આરએએસ, ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ સહિતના બહુ ચગેલા કેસો આપણી સામે જ છે. ત્યારે સુરત આપની મહિલા નગર સેવકનું એકાઉન્ટ પણ હવે તેમાં સામેલ થયું છે. જોકે, ચોક્કસ જ તે રિપોર્ટને કારણે જ થયું હોવાનું મનાય છે.

Leave a Reply

Translate »