ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીની ઘડીઓ બાકી રહી છે. એ પહેલા અત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયાનો ગ્રાઉન્ડ રિપોર્ટનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આમાં તેમણે ફરિયાદના આધારે મીનીબજાર હીરા બજારના મલ્ટિલેવલ પાર્કિંગમાં ભાજપના પોસ્ટરોના વિતરણ સહિત દારૂની બોટલ બાજુમાં હોવાનો દાવો કર્યો હતો. આ દરમિયાન એવા પણ આક્ષેપો લગાવાયા હતા કે ચૂંટણી પ્રચાર અર્થે અહીં પોસ્ટર અને દારૂ વિતરણ પણ થયું હોઈ શકે છે. જેને લઈને વરાછામાં રાજકારણ ગરમાયું છે.આ અંગે અલ્પેશ કથીરિયાએ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો ઉજાગર કરવાની સાથે ફરિયાદ નોધાવી છે.
ચુટણી સામગ્રી ઝડપાઈ
આવતીકાલે મતદાન હોવાના ગણતરીના કલાકો બાકી છે ત્યારે આચારસંહિતાનું ચુસ્ત પાલન વહીવટી તંત્ર દ્વારા કરાવવામાં આવી રહ્યું છે પરંતુ હજી પણ ચોરી છુપીથી પ્રચાર પ્રસાર રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવતો હોવાનું ધ્યાન આવ્યું છે. સુરતની બહુચર્ચીત વરાછા વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી સામગ્રીઓ કારમાં હોવાનું જાણે આવ્યું છે. કારમાં ભાજપની પુસ્તિકાઓ મોટા પ્રમાણમાં હોવાનું જણાય છે.
વાઈરલ વીડિયોમાં અલ્પેશ કથીરિયાની હાજરી પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. અલ્પેશ કથીરિયા પોતે કહી રહ્યા છે કે, ભાજપની પત્રિકાઓ છે અને દારૂની બોટલ પણ છે.
વીડિયોમાં અલ્પેશ કથીરિયાએ કહ્યું કે ચૂંટણી પ્રચાર અર્થે વોચમેનને ભાજપે પોતાની ચોપડીઓ વહેંચવા માટે આપી છે. આ માટે વોચમેનોને 500 રૂપિયા મળ્યા હોવાનો દાવો પણ કથીરિયા કરી રહ્યા છે. અત્યારસુધી ભાજપે કઈ કામ નથી કર્યા અને હવે આ બધી ચોપડીઓ વહેંચવાનો વારો આવ્યો છે.
વીડિયોમાં અલ્પેશ કથીરિયાએ વધુમાં જણાવ્યું કે દારૂની બોટલોના પણ વિતરણ કરવામાં આવી રહ્યા છે. તંત્રને વિનંતી કરી રહ્યો છું કે તાત્કાલિક ધોરણે આ ગાડીને સિઝ કરીને જે કોઈ આમા સામેલ છે એના સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આની સાથે પાર્કિંગમાં ભાજપના પોસ્ટરો ભરેલી આખી ગાડી પણ અલ્પેશ કથીરિયાને મળી આવી હતી. જેમાં ભાજપનો સાફો અને વિવિધ ભાજપની પુસ્તકો હતી. મલ્ટી લેવલ પાર્કિંગમાં રાખવામાં આવેલી ગાડીમાં જે પ્રકારે ચૂંટણી સામગ્રી મળતા સ્પષ્ટ જણાય છે કે, આચારસંહિતાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ચોકસી બજારના વેપારીઓનો ખુબ ખુબ આભાર કે, તેમણે પોતે મને આ બાબતની જાણ કરી છે.
જુવો આખી ઘટના નો આખો વિડિઓ
અમે આ વિડીયો ની પુષ્ટિ કરતા નથી, સોશ્યિલ મીડિયા માં વાયરલ થયેલ વિડિઓ છે